એસ.કે.ઈન્ડસ્ટ્રીઝનાં ભાગીદાર બીપીનભાઈ કનેરીયાનું નિધન ઓઈલમિલ, સોલવન્ટ તથા ઉદ્યોગકાર વર્તુળમાં શોકની લાગણી

જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એસ.કે. ઈન્ડસ્ટ્રીઝનાં ભાગદાર બીપીનભાઈ કનેરીયાનું નિધન થતાં ઓધોગિક વર્તુળમાં શોકની પ્રસરી ગઈ છે. સારસ અને મિલીનસાર સ્વભાવને કારણે બહોળી મિત્ર વર્ગ ધરાવતા હતાં. તેમજ રાજયનાં બ્યુરોકેટ સાથે પણ ઘનિષ્ઠ મિત્રતા રહી છે. નાની વ્યકિતથી લઈ અદના લોકો સુધી સતત સંપર્કને કારણે દરેક વર્ગમાં સારી એવી ચાહના મેળવી છે. જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા ભાલોડીયા, કનેરીયા તેમજ ઘોડાસરા સ્કુલ-કોલેજનાં માર્ગદર્શક રહયા છે. તેમજ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ સોલવન્ટ પ્લાન્ટનાં પ્રશ્નો અંગે સતત જાગૃતિ દાખવી અને યોગ્ય ન્યાય અપાવેલ છે અને તેમજ સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ના પુર્વ પ્રમુખ તરીકે પણ સુંદર કામગીરી કરી છે. અને ટ્રાફિક બ્રિગેડ એસોસીએશનના ટ્રસ્ટી પણ રહયા છે. બીપીનભાઈ કનેરીયાની સારી કામગીરી જીવન પર્યાપ્ત રહી છે. ત્યારે તેમનો મોટો ચાહક વર્ગ રહયો છે. બીપીનીભાઈ કનેરીયાનાં નિધનથી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝને પણ ન ભુલી શકાય તેવી ખોટ પડી છે. સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!