ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ કરાયેલ ટિપ્પણી સામે જૂનાગઢ મુસ્લિમ સમાજે રોશની લાગણી સાથે ફ્રાન્સની એલચી કચેરીને કલેકટર મારફત આવેદન પત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેકરોન દ્વારા ખુલ્લેઆમ ઇસ્લામી ફોબિયા પ્રદર્શન કરી ઇસ્લામ ધર્મને ઇરાદાપૂર્વક બદનામ કરી વિશ્વમાં પ્રસરી રહેલ શાંતિને ડહોળવાનો હીન પ્રયાસ કરેલ છે જે ગેર બંધારણીય છે અને વિશ્વની શાંતિમાં પલિતો ચાંપવાનું હીન કૃત્ય કરી મુસ્લિમ સમાજને બદનામ કરવાનો પ્રયત્ન કરેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રાન્સ સરકાર તમામ મોરચે સદંતર નિષ્ફળ રહી હોય પોતાની નિષ્ફળતાનો ઠીકરો મુસ્લિમ સમાજ ઉપર થોપી સ્થાનીક લોકોને ગેર માર્ગે દોરી રહી હોઈ તેવું ફલિત થાય છે. ફ્રાન્સમાં બે રોજગારી અર્થ વ્યવસ્થામાં નિષ્ફળ ઉપરાંત કોવિડ-૧૯ ની મહામારીમાં હજારો મૃત્યુ જેવી ઘટનામાં તેમનું તંત્ર નિષ્ફળ રહેલ હોઈ તયારે ફ્રાન્સના રાષ્ટ્રપટું મેકરોન ઇસ્લામ વિરોધી વાણી વિલાસ કરી ફ્રાન્સની જનતાને ગેર માર્ગે દોરી રહ્યા છે ત્યારે તાકીદે આવા વાણી વિલાસ બંધ કરે ઇસ્લામ ધર્મ વાણી અને અભિપ્રાયઃની સ્વતંત્રતાનો વિરોધ નથી કરતો પરંતુ ગંભીર દલીલ અને ચર્ચાના સ્વરૂપમાં હોવું જોઈએ ફ્રાન્સ રાષ્ટ્રપતિ દ્વારા અપનાવવામાં આવેલ અભિગમ આતંયંત અપમાનજનક સંસ્કૃતિ વિરૂધ્ધ છે. આ સમગ્ર માનવ સમાજની નજરમાં અસ્વીકાર્ય અને નિંદાકારક છે. ફ્રાન્સે આ સંદર્ભે સંવદત્તમક બની વૈશ્વિક ક્ષેત્રે પોતાનું સ્થાન ગુમાવવું જોઈએ નહી ભારતિય મુસ્લિમોને પણ મેકરોની વાણી વિલાસ થઈ ઘણું દુઃખ થયું છે. ભારત સરકારે પણ ફ્રાન્સ સરકારના આ ઇસ્લામિક ફોબિયા વર્તનથી દૂર રહી તમામ આયાત નિકાસના સંબંધો કટ કરી નાખવા જોઈએ. અન્યથા મુસ્લિમ સમાજે પ્રતિ કાત્મક રૂપે ફ્રાન્સ એમ્બેસી સામે જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી. આ તકે જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા અદરેમાનભાઈ પંજા, હઝરત ગુલઝારબાપુ, સફિભાઈ સોરઠીયા, અશરફભાઈ થયીમ, વહાબભાઈ કુરેશી, હનીફભાઈ જેઠવા, લતીફબાપુ કાદરી, શકિરભાઈ બેલીમ, સોહેલ સિદ્દીકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews