ગુજરાતમાં સૌપ્રથમ ઓનલાઇન સમર કેમ્પ શરૂ કરનાર શિક્ષકને ઇનોવેશન એવોર્ડ અપાશે

0

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા ગ્રામ્ય પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નિશીથ આચાર્યએ વિવિધ નવતર પ્રયોગ કર્યા છે. તેઓએ ચાલુ વર્ષે કોરોના મહામારી દરમ્યાન લોકડાઉનના સમયમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળક જ્ઞાનનું સર્જન કરી શકે તે હેતુ સાથે સમગ્ર રાજ્યમાં ઓનલાઇન સમર કેમ્પ ચલાવ્યો હતો. જેમાં વિવિધ શાળાના ૧૨૦૦ જેટલા વિધાર્થીઓ જોડાયા અને ૩૦૦ જેટલા શિક્ષકો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થા પણ જોડાઈ હતી. ટેકનોલોજી, સંવેદના અને કોઈપણ ભોગે બાળકોને ભણાવવાની ધગશના પગલે નિશીથભાઈ આચાર્યની પસંદગી કરવામાં આવી છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની રોપડા ગ્રામ્ય પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું મૂળ વતન અમદાવાદ જિલ્લાનું ધંધુકા ગામ છે. તેઓએ અત્યાર સુધી શૈક્ષણિક ઈનોવેશન માટે અનેક નવતર પ્રયોગોનું આયોજન કર્યું છે, જેમાં સમગ્ર શિક્ષણને ધ્યાનમાં રાખી નીત-નવા આ અભિગમ દ્વારા બાળકોને અને તેઓના વાલીને શિક્ષણ સાથે જોડવા સાથે શાળા અને ગામનો પણ વિકાસ જોડાયેલો છે. તેઓના આ નવતર અભિગમની નોંધ જિલ્લાના ઇનોવેશન ફેર અને એજ્યુકેશન બેંક અમદાવાદ, આઇઆઇએમ દ્વારા લેવામાં આવેલ છે. મુખ્ય શિક્ષક તરીકે તેઓ કહે છે કે,‘દરેક બાળક ખાસ છે. દરેક બાળકમાં અલગ-અલગ કાર્ય કરવાની અને અભ્યાસ કરવાની ક્ષમતા રહેલી છે. શિક્ષક તરીકે માત્ર આપણે તેઓના યોગ્ય માર્ગદર્શક બની તેઓને નવસર્જન દ્વારા દુનિયાના દર્શન કરાવવાના છે. સર ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર દેશમાંથી ૨૫ જેટલા શિક્ષકો તથા ગુજરાત રાજ્યમાંથી ૯ જેટલા શિક્ષકોની તેઓએ કેટલાક વિશિષ્ટ કાર્ય મુજબ પસંદગી કરવામાં આવી છે. તેમાં નિશીથ આચાર્યના ઇનોવેશનને પણ સ્થાન મળ્યું છે. ઇનોવેશન માટે નવતર વિચાર, તેનું અમલીકરણ અને તેના પરિણામને આધારે સમગ્ર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે.
સર ફાઉન્ડેશન, સોલાપુરના સંયોજક દ્વારા મળેલી માહિતી મુજબ ચાલુ વર્ષે કોરોના મહામારી હોવા છતાં શિક્ષકો દ્વારા બહોળી સંખ્યામાં નવતર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાંથી પસંદ થયેલા શિક્ષકોને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એટલે કે યુવા દિવસ ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યોજાનારા રાષ્ટ્રીય કાર્યશાળામાં આવા સમગ્ર દેશના ઇનોવેટિવ ટીચર્સનું સન્માન કરવામાં આવશે અને જો કોરોના મહામારીને લીધે જો કોન્ટેસ્ટનું આયોજન નહીં થાય તો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા પણ સન્માન સમારોહ યોજી અને શિક્ષકોને સમ્માનિત કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!