જામકંડોરણા ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા અનેકવિધ સેવાકાર્ય કરવામાં આવે છે. આજે ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડીનો જન્મદિવસ છે તેમની સંસ્થા દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. ગૌ માતા માટે લીલા ઘાસનું વિતરણ, પાણીની કુંડીઓ મુકવી, શિયાળામાં ગરીબોમાં ધાબળા વિતરણ, ઉતરાયણ ઉપર ગરીબ બાળકોમાં મીઠાઈ અને પતંગ વિતરણ, ઉનાળામાં ચકલીઓના માળા અને ચણની ડીશ વિતરણ, દિવાળી ઉપર ગરીબ બાળકોમાં બટુક ભોજન, સરકારી શાળામાં નોટબુક અને બોલપેન વિતરણ આમ અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ વર્ષ દરમ્યાન આ સંસ્થા ક્રિપાલસિંહ જાડેજાના વડપણ હેઠળ ચલાવે છે તેમજ જામકંડોરણામાં સર્વ જ્ઞાતિના બાળકોનો સરસ્વતી સન્માન સમારોહ કરનાર આ એકમાત્ર સંસ્થા છે. જામકંડોરણાના ક્ષત્રિય સમાજના દરેક સેવાકીય કાર્યમાં પણ ક્રિપાલસિંહ જાડેજા જોડાયેલા હોય છે. ક્ષત્રિય સમાજના યુવાનોમાં સારી લોકચાહના ધરાવે છે. સાવજ સેના ગ્રુપ જામકંડોરણા પ્રમુખ પદે સેવા આપે છે. ગોંડલ આઈ.ટી.આઈ.માં સુ.ઇ. તરીકે ફરજ બજાવે છે તેમજ ગોંડલ આઈ.ટી.આઇ. કર્મચારી સહકારી મંડળીમાં ઉપપ્રમુખ છે. આઈ.ટી.આઈ. કર્મચારી યુનિયન ગુજરાત પ્રદેશના પ્રદેશ સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે. ક્રિપાલસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે શુભેચ્છકો દ્વારા તેમને ૯૭૨૪૮ ૦૬૮૮૮ નંબર ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews