ગ્રીનસીટી દ્વારા ઉત્તરોતર વધતા જતાં વૃક્ષારોપણને કારણે વૃક્ષોને પાણી પાવા વધુ સવલતની જરૂર હોય શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ દ્વારા વધુ એક છોટા હાથી ટેમ્પાનું અનુદાન કરવામાં આવ્યું હતું. આ માટે દેવેનભાઈ શેઠ દ્વારા ગ્રીનસીટી સંસ્થાને રૂા.પ લાખનું ડોનેશન આપવામાં આવ્યું હતંુ. અત્યાર સુધી ગ્રીનસીટી સંસ્થા દર વર્ષે રપ૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી શકવાની ક્ષમતા ધરાવતું હતું. પરંતુ હવેના ચોમાસાથી દર વર્ષે ભાવનગર શહેરમાં પ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ થઈ શકશે અને તે વૃક્ષોને પાણી પાઈને કાળજી લઈ શકાશે.
છેલ્લા બે ચોમાસાથી સારો વરસાદ થયો હોય સંસ્થા દ્વારા વૃક્ષારોપણ પ્રવૃત્તિ ચાલુ જ છે. આથી દેવેનભાઈ શેઠએ ઉદ્યોગપતિ, વેપારીઓ, ડોકટર્સ તથા વકીલોને અપીલ કરી છે કે આપણા ભાવનગર શહેરને વધુને વધુ હરીયાળું બનાવવા તથા પ્રદુષણ મુકત બનાવવા વધુમાં વધુ પોતાનું યોગદાન આપે. એક વૃક્ષનું વૃક્ષારોપણ માટે વૃક્ષ, ટ્રી-ગાર્ડ અને વૃક્ષના ઉછેર માટે રૂા.૧૧૦૦/-નું અનુદાન લેવામાં આવે છે. આપ આપના જન્મદિન નિમિત્તે કે સ્વર્ગસ્થ વડીલોના સ્મરણાર્થે પણ વૃક્ષારોપણ કરાવી શકો છો. પર્યાવરણનો પ્રશ્ન સમગ્ર માનવજાતને અસર કરે છે. હવામાનનું પ્રદુષણ ઓછું કરવાનો શ્રેષ્ઠ ઉપાય વૃક્ષારોપણ છે. આથી લોકોને આમાં પોતાનો સહયોગ આપવા દેવેનભાઈ શેઠ દ્વારા અપીલ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews