જૂનાગઢ તાલુકાનાં ખામધ્રોળ વિસ્તારમાં પડતર પ્લોટમાંથી છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરક્ષક મનીદર સીંગ પવાર તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ કરનારાઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન જૂનાગઢ ક્રાઈમબાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સેપકટર આર.કે. ગોહિલ તથા પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દરમ્યાન ક્રાઈમ બાન્ચનાં પોલીસ હેડ કોન્સેબલ ડાયાભાઈ કરમટા અને કરશનભાઈ કરમટાને એવી બાતમી મળી હતી કે ખામધ્રોળ ગામની પાછળનાં ભાગે કળવાપાટની ગારીમાં જુની મેઘમણી સ્કૂલ બંધ હાલતમાં છે જયાં અવાવરૂ ખૂલ્લા પ્લોટ આવેલ છે. આ પ્લોટમાં જૂનાગઢ કરીમાબાદ સોસાયટી નજીક રહેતા વીજયભાઈ રામાભાઈ ખાંભલા રબારીએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને તેનું કટીંગ કરી દારૂને સગેવગે કરવાની તૈયારીમાં છે તે બાતમીનાં આધારે દરોડો પાડતા ૩ શખ્સો હેરફેર કરતા જાેવા મળ્યા હતા જેમાંથી કાળાભાઈ પાચાભાઈ ખાંભલાને પોલીસે ઝડપી લીધેલ અને સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલ ર૧૮ તથા અન્ય મુદામાલ મળી રૂા.૧પ૬૩૦૦નો જપ્ત કરી તેમનાં વિરૂધ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. એલીસીબીની આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચા.પો.ઈન્સ. આર.કે. ગોહિલ, પો.સ.ઈ. ડી.જી. બડવા તથા પો.હેડ.કોન્સ. વિજયભાઈ બડવા, શબ્બીરખાન બેલીમ, વિક્રમભાઈ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો.કોન્સ. ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, સાહિલભાઈ સમા, કરશનભાઈ કરમટા, દિનેશ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!