જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા પટેૃ લીધી છે. આ શિક્ષિત પરીવાર પરંપરાગત ખેડુત નથી વણીક છે. પરંતુ ગૌ સેવા સાથે સંકળાયેલ આ પરિવાર સંપૂર્ણ ગાય આધારીત ખેતી વિકસાવી સૈા માટે પ્રેરણારૂપ બન્યો છે. તેમના અંદાજ મુજબ ૩૦ વિઘા જમીનમાં કેળા, પપૈયા, શેરડી, શાકભાજી સહિતના વિવિધ પાકોના વાવેતરથી દર વર્ષે ૨૩ લાખથી વધુની આવક થવાનો અંદાજ છે. તેમનું શાકભાજી રીલાયન્સ ફ્રેશમાં વેંચાણ માટે જાય છે.
જૂનાગઢના હેમલભાઇ મહેતાએ છેલ્લા ૬ મહિનાથી ખડિયા ગામે ૩૦ વિઘા જમીન ભાડા પટેૃ (સાંખે) રાખી છે જેમાં તેમણે ૩૨ પાકનું વાવેતર કર્યું છે. જેમાં ૧૧ પાક બજારમાં વેંચાણ થઇ શકે એવા છે. જ્યારે બાકીના ૨૧ પાક ઘરે ઉપયોગમાં લઇ શકાય એવા કઠોળ, ફળ, વગેરેના છે. હેમલભાઇનો પરીવાર શિક્ષિત અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે ત્યારે આવા સમયે ખેતી જેવો મહેનતવાળો વ્યવસાય કરવાનો વિચાર શા માટે આવ્યોએ અંગે તેઓ કહે છે, વર્ષ ૨૦૧૯માં મારા પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેનું મુખ્ય કારણ એક રાસાયણીક ખાતર અને જંતુંનાશક દવાના છંટકાવવાળુ અનાજ, શાકભાજી હતા.
બસ ત્યાર બાદથી વિચાર આવ્યો કે, મારો પરીવાર નીરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનીક ખેતી નો વિચાર આવ્યો. આ ખેતી થકી અમે ૮૦ ટકા આર્ત્મનિભર બની ગયા છીએ. બાકી ૨૦ ટકા જ બજાર પર આધારીત રહેવું પડશે. આ પાક સંપૂર્ણ ઓર્ગેનીક હોવા છતા રૂટીન ભાવ મુજબ જ વેચાણ કરવામાં આવે છે. જેથી મધ્યમ પરીવારના લોકો પણ ખરીદી શકે. ઉપરાંત મધ્યમ પરીવારના લોકોને જ ન્યુટ્રીશનની વધુ જરૂર રહે છે. હેમલભાઇ વધુમાં કહે છે મારે બીઝનેસ હોય એટલે પૂરો સમય આપવો શક્ય ના બને. પણ મારા પિતા હર્ષદભાઇ ખેતી કામની સંપૂર્ણ જવાબદારી નીભાવે છે. એમાં મારો મીકેનીકલ એન્જીનીયર નાનો ભાઇ,મમ્મી, મારા પત્ની પાયલ પણ પુરો સાથ આપે છે.
વર્ષે ૨૩ લાખની આવકનો અંદાજ છે
હેમલભાઇના જણાવ્યા મુંજબ આ વાવેતર થકી વર્ષે ૨૩ લાખની આવકનો અંદાજ છે. તેમની ગણતરી મુંજબ કેળનું ૧૨ વિઘામાં વાવેતર જેમાંથી રૂા.૧૨ લાખની આવકનો અંદાજ છે. પપૈયા માંથી રૂા.૩ લાખ, શેરડીમાંથી રૂા. ૪ લાખનો, રીંગણ-ટમેટા, મરચામાંથી રૂા.૩ લાખની, ઘઉંમાંથી ૨ લાખ, કોબી, ફલાવરમાંથી ૨ લાખની અપેક્ષા છે.
એકઝોટીક વેજીટેબલ માંથી રૂપિયા ૧ લાખની આવકનો અંદાજ છે
એકઝોટીક વેજીટેબલ્સ એટલેકે વિદેશી શાકભાજી. હાલ સૈારાષ્ટ્રમાં માત્ર ૧૦-૧૨ જેટલા ખેડુતો આ પ્રકારના સીડનું વાવેતર કરે છે. આ વાવેતરથી અંદાજે વાર્ષિક રૂા.૧ લાખની આવક થવાની શક્યતા છે. આ શાકભાજી ભારતીય શાકભાજી કરતા અલગ પડે છે. જેમાં કોબી અને ફલાવરનો રંગ લાલ હોય છે. મરચું પર્પલ કલરનું હોય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews