જૂનાગઢમાં ગત રાત્રે ચાર શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલની ગળુ દબાવી હત્યાની કોશિષ કરતા અને હોટેલના માાણસોને પણ માર મારતા સનસની મચી ગઇ હતી. આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢમાં બીલખા રોડ સ્થિત હુડકો પોલીસમાં રહેતા અને પોલીસે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પિયુષ જાદવભાઇ ચાંડેરા(ઉ.૨૪) ગત રાત્રે ૧૧ની આસપાસ તેમના પત્ની કાજલબેન સાથે બહાઉદ્દીન કોલેજ પાસે હોટેલમાં જમવા ગયા હતા ત્યારે ગાંધીગ્રામનો કકકન નાથા રબારી નામના શખ્સે પોલીસકર્મીની પત્નીને કાંકરી મારી અટકચાળો કરેલ હતો. આથી પિયુષભાઇએ કકકનને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોએ પિયુષ ચાંડેરાનું ગળુ દબાવી તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઇસમોએ હોટેલના માણસોને પણ માર મારીને ધમાલ મચાવી હતી. બાદમાં તમામ શખ્સો ધમકી આપીને નાસી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. સી-ડીવીઝન પોલીસ ફરિયાદ લઇ હત્યાની કોશિષનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ ડાંગર ચલાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews