એશિયાટીક સિંહોનું રહેઠાણ છે તેવા ઘર આંગણાનાં હોમ ટાઉનમાંથી તેને ફેરવવાની મોટે પાયે હિલચાલ ચાલી રહી છે. ત્યારે સિંહોના સ્થળાંતર મુદ્દે વિરોધનો સુર ઉઠયો છે અને જાે આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલનનાં મંડાણ થશે તેવી ચિમકી અપાઈ છે.
ગુજરાતના ગૌરવ સમાન સિંહોનું અન્ય રાજયમાં સ્થળાંતર કરવા માટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર નિર્ણય લઈ રહી છે. ગીર જંગલમાં રેલવેની બ્રોડગેજ લાઇન, ફાયબર ઓપ્ટિકલ કેબલની કામગીરી સ્થગિત કરવાની માંગ સાથે સેવ એશિયાટીક લાયન મેદાનમાં આવી છે. રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને ૨૬ મુદ્દાનું આવેદનપત્ર આપ્યું છે. જો ઉપરોક્ત બંને કામગીરી સ્થગિત કરવામાં નહીં આવે તો વિશ્વભરના ગુજરાતીઓ દ્રારા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.
સેવ એશિયાટીક લાયન પરિવાર તરફથી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ગૌરવ સમાન સિંહોના અન્ય રાજયોમાં સ્થળાંતરના સમાચાર ગુજરાતના નાગરિક તરીકે અને એક ગીર અને સિંહ પ્રેમી તરીકે અમોને આઘાતજનક લાગે છે. ગુજરાતનું ગૌરવ સમાન સિંહો કે જેમની વસ્તીમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેનો સંપૂર્ણ શ્રેય ગુજરાત સરકાર, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકો તેમ જ ગીર અને સિંહ માટે કાર્યરત સ્વયંસેવી સંસ્થાઓને જાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટ લાયનની જાહેરાત બાદ કેટલાંક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેનાથી સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે સેવ એશિયાટિક લાયન પરિવારના મયંક ભટ્ટે જણાવ્યું છે કે, વાઇલ્ડ લાઇન ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત વન વિભાગ દ્રારા યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાર્યમેન્ટ ફોરેસ્ટ એન્ડ કલાયમેન્ટ ચેન્જ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી છે. જેમાં ગુજરાતના સિંહોને ગુજરાત બહાર અન્ય સ્થળે સ્થળાંતર કરવાની બાબત છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ સૌરાષ્ટ્રનાં જંગલમાં તથા ગુજરાતમાં અંબાજીના જંગલોમાં સિંહોના સ્થળાંતર સ્થળો પસંદ કરાયા છે. જેમાં આનુવંશિક વિવિધતા દર્શાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વન્યજીવ પ્રેમી તરીકે સિંહોને અન્ય સ્થળે સ્થળાંતર કરવાના સમાચાર આઘાત જનક છે.
અમે સિંહોના સ્થળાંતરના વિરોધી નથી. પરંતુ સિંહને ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આબોહવા તથા ગીરનું જંગલ માફક આવી ગયું છે. તેથી ગુજરાત જેવા સંપદા અને વન્ય સંપદાથી સમુધ્ધ છે. ત્યારે સિંહોનું સ્થળાંતર ગુજરાત બહાર કરવામાં ન આવે અને એક એવા આંકડામાં સિંહોની વસ્તી પહોંચે ત્યારે અન્ય રાજયોમાં ખસેડવામાં આવે તેવી અમારી માંગણી છે. કોઇપણ જાતના સંશોધન વગર ગુજરાતમાંથી સિંહોને અન્ય રાજયોમાં ખસેડવામાં આવશે તો ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરના ગુજરાતીઓ દ્રારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગુજરાતમાં હાલમાં માત્ર ૬૭૪ જેટલાં સિંહો છે. જો તેમાંથી સિંહોનું સ્થળાંતર કરવામાં આવે તો ગુજરાત સરકાર અને ગુજરાત વન વિભાગ માટે વૈશ્વિક સ્તરે શરમજનક બાબત બનશે. ગુજરાતમાં ૨૩ અભ્યારણ્ય (સેંચુરી ) ૪ નેશનલ પાર્ક આવેલા છે. ગુજરાત પાસે ખૂબ જ સમૃધ્ધ વન્યસંપદા છે. ત્યારે સિંહોનું સ્થળાંતર કેટલું યોગ્ય
છે ? ગુજરાતને સમૃધ્ધ કરવાની જવાબદારી કોની ? ગુજરાતના સિંહોને અભયદાન કે રક્ષણ ન કરી શકે તે પ્રશ્ન તત્કાલ કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે. ગુજરાત પાસે જંગલો, નદીઓ, દરિયા કિનારો અને રણ છે, આબોહવા બિલકુલ સાનુકુળ છે. આટલી વિવિધતા અન્ય કોઇ રાજયો પાસે નથી. તો એવા તે કયા કારણો છે જેને લઇને ગુજરાત સરકાર સિંહોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નથી લાવી શકતી. આ પ્રશ્ન ખુબ જ મહત્વનો છે. કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews