બળાત્કારીને જાહેરમાં ફાંસીની ‘સજા’ કરવી જાેઈએ

0

ત્રણ દિવસમાં જૂનાગઢ જીલ્લાનાં વંથલી પંથકમાં અમાનુષી કૃત્ય આચરવામાં બે બનાવો સામે આવ્યા છે. અને આવા બનાવોનું પ્રમાણ એકલા સોરઠ પંથકમાં જ નહીં સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત અને દેશના વિવિધ શહેરોમાં થતું બહાર આવેલ છે. અને ચિંતાજનક રીતે વધી રહેલા આવા અધમ કૃત્યનાં કિસ્સાઓને અટકાવવા કડક કાર્યવાહી તેમજ આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તેવી લાગણી અને માંગણી સમગ્ર સમાજમાંથી વ્યકત થઈ રહી છે.
ગુજરાત તેમજ દેશનાં વિવિધ રાજયો અને શહેરોમાં અધમની ઘટનાઓ અટકાવવાનું નામ લેતી નથી. નિર્ભયાકાંડ સહિતનાં અનેક બનાવોને પગલે હૈયુ હચમચી જાય તેવા કિસ્સાઓ જાહેર થાય છે. ત્યારે આ સમગ્ર સમાજમાં અધમ કૃત્ય આચરનાર સામે ફીટકારની લાગણી વરસતી હોય છે. અને કેન્ડલ માર્ચ, શ્રધ્ધાંજલિ સહિતનાં કાર્યક્રમ યોજવામાં આવે છે. અને ગામે ગામ શહેરોમાંથી ભોગ બનનાર તરફી વાતાવરણ સર્જાય છે. કાયદાકીય પ્રક્રિયા ચાલે છે. અને ઘણી વખત પુરાવાના અભાવે આવા અધમ કૃત્ય આચરનાર તત્વ છુટી જાય છે. અને કયારેક તેને સજા પણ ફટકારવામાં આવે છે. દરમ્યાન ટીવી ચેનલો, અખબારોનાં પાના ઉપર દ્રષ્ટીપાત કરશું તો રોજ બરોજ બળાત્કારનાં બનાવો પ્રકાશમાં આવે છે. નાની બાળકીથી લઈ વૃધ્ધ વયનાં લોકોને પણ અધમ કૃત્ય કરનારા છોડતા નથી. કયારેક એકાંતનો લાભ, કયારેક અજાણ્યા અપરાધી દ્વારા આવૃ કૃત્ય થતું હોય છે. ત્યારે સગા- સંબંધી અને ઘરની જ કોઈ વ્યકિત ઘાતકી બની અને બળાત્કારનું અધમ કૃત્ય કરી નાંખે છે. આ ઉપરાંત જેમને પિતાનો દરજજાે આપવામાં આવેલ છે અને બાળકીના જન્મદાતા જ જયારે પોતાની પુત્રી ઉપર બળાત્કાર ગુજારે ત્યારે આ કલંકનો ઈતિહાસ કયાં જઈને અટકે એ જ મોટો સવાલ છે. પિતાએ અધમ કૃત્ય આચર્યા હોવાનાં પણ અનેક બનાવો બહાર આવેલ છે. સૌથી મોટી વાત એ છે કે, એક તરફ આવા કૃત્ય થતાં અટકાવવા જાેઈએ. અને તેને અટકાવવાનો કોઈ અસરકારક ઉપાય જાેવા મળતો નથી. જાેકે કાયદાકીય કલમો ૩૭૬, પોસ્કો સહિતની કલમો અંતર્ગત ગુના દાખલ થતા હોય છે. પરંતુ આ બધી લાંબી પ્રક્રિયા છે અને ઘણી વખત આરોપીઓ છુટી જતાં હોય છે. સમાજમાં વધી રહેલા બળાત્કારના બનાવોને અટકાવવા માટે નકકર પગલા ભરવાની જરૂર છે. બહુ મોટો સમાજ એવી વિચારધારામાં છે જે કોઈએ અધમ કૃત્ય આચર્યુ હોય તેને જાહેરમાં જ સજા થવી જાેઈએ. તેને ફાંસી મળવી જાેઈએ. જેમ વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીને ગળામાં પાટીયા લટકાવી અને ગામમાં વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારે બળાત્કારીને જાહેરમાં સરઘસ કાઢવું જાેઈએ અને તેના પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ખાસ કરીને નો એફઆઈઆર …. ફેંસલા ઓન ધ સ્પોટની માફક કાર્યવાહી થવી જાેઈએ તેવી લાગણી પ્રવર્તી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!