જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા

જૂનાગઢ જિલ્લા જેલમાંથી પોલીસ સ્ટાફે બે કેદીઓ પાસેથી મોબાઈલ, ચાર્જર વગેરે મુદ્દામાલ ઝડપી લઈ કેદીઓ સામે ગુન્હો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના મુજબ ગઈકાલે એલસીબીઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ, એસઓજી પીઆઈશ્રી ભાટી, પીએસઆઈ જે.કે.વાળા સહિતના સ્ટાફે જૂનાગઢ જિલ્લા જેલમાં તપાસ કરતાં એક કાચા કામના કેદી અને પાસાનો આરોપી સહિત બે કેદીના ખિસ્સામાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. અન્ય સ્થળે તપાસ કરતાં અમુક સ્થળે દાટી દીધેલા મોબાઈલ મળી કુલ ૬ મોબાઈલ, સીમ કાર્ડ, ચાર્જર સહિત રૂા. ૧૦ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસમાં મોસીનખાન ઉર્ફે સબીરખાન પઠાણ અને સાગર જીવા નારણ નામના કેદી તેમજ એક અજાણ્યા કેદી સામે ગુન્હો નોંધાવાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!