શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ, જૂનાગઢ દ્વારા આગામી દિવસોમાં લેઉવા પટેલ જ્ઞાતિના તેજસ્વી તારલાઓ જેવાકે, ધો.૧૦માં માર્ચ ર૦ર૦માં ૮પ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ વિધાર્થીઓ, ધો.૧ર આર્ટસ તેમજ કોમર્સમાં માર્ચ ર૦ર૦માં ૮પ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ વિધાર્થીઓ, ધો.૧ર સાયન્સમાં માર્ચ ર૦ર૦માં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ વિધાર્થીઓ, ધો.૧ર સાયન્સ માર્ચ ર૦૧૯માં પાસ કરેલ હોય અને જેમણે જેઈઈ માં સ્કોરના આધારે આઈઆઈટી તેમજ બીઆઈટીએસની કોલેજમાં એડમીશન મેળવેલ હોય તેવા એન્જીનીયરીંગના વિધાર્થીઓ, ધો.૧ર સાયન્સ માર્ચ ર૦૧૯માં પાસ કરેલ હોય અને જેમણે એમબીબીએસમાં એડમીશન મેળવેલ હોય તેવા વિધાર્થીઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિધાર્થીઓ તેમજ જેમણે વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન યુપીએસસી, જીપીએસસી વર્ગ ૧-ર, તેમજ નાયબ મામલતદાર, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અધિકારીઓ, રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવેલ વિધાર્થીઓ તથા અધિકારીઓ તેમજ વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન નિવૃત થયેલ કર્મચારીઓના સન્માન સમારોહ યોજવા જઈ રહયા છીએ. જેને ધ્યાનમાં લઈ જૂનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લાના લેઉવા પટેલ જ્ઞાતિના તેજસ્વી તારલાઓ તેમજ અધિકારીઓએ ફોર્મ મેળવી લેવા જણાવ્યું છે. ફોર્મ માત્ર સોફટ કોપીમાં પીડીએફમાં જ મળશે. જે વિધાર્થીઓ તેમજ અધિકારીઓ દ્વારા પ્રિન્ટ આઉટ કાઢી ફોર્મ ૩૦-૧૧-ર૦ર૦ સુધીમાં ભરી મોકલવાનું રહેશે. વધુ જાણકારી માટે પ્રમુખ હરેશભાઈ વઘાસીયા ૯૯રપર૧૦૦ર૬, જયંતીભાઈ કાછડીયા ૯૯૭૯ર૪૬૦૬૮, પ્રકાશભાઈ ભંગડીયા ૯૮૭૯ર૬પ૯૩૦, બાધુભાઈ ડોબરીયા ૯૪ર૭રર૯૪૯૭, જમનાદાસ સુખડીયા ૯૪ર૭ર૦૩૯પ૪નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews