ધોરણ-૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની ૨૦૨૧માં યોજાનારી પરીક્ષા આ વર્ષે બે મહિના પાછળ મોડી શિડ્યુલ કરવામાં આવશે, આ ર્નિણય કોરોના વાયરસના કારણે ઉભી થયેલી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગુજરાત સેકન્ડરી અને હાય સેકન્ડરી બોર્ડ (GSHSEB)એ જણાવ્યું કે, આગામી વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયામાં નહીં પરંતુ મે મહિનામાં યોજાશે. જોકે, માત્ર પરીક્ષાઓ બે મહિના મોડી થવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પરીક્ષાની તારીખો અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ સાથે અગાઉ વિદ્યાર્થીઓને કોરોનાના કારણે સ્કૂલે જવાથી વંચીત રહેવું પડ્યું છે તેના કારણે સિલેબસમાં પણ ઘટાડો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આગામી વર્ષે ૧૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાના છે તેમને તૈયારી માટે વધારે ૨ મહિનાનો સમય મળશે. આ સિવાય કોરોના વાયરસની મહામારીના કારણે એકેડેમિક વર્ષમાં ઘટાડો નોંધાયો છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ નવેમ્બર-૧ના રોજ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દિવાળીનું ૨૧ દિવસનું વેકેશન વહેલું કરવામાં આવ્યું છે જેના કારણે બીજી સત્રમાં વિદ્યાર્થીઓને તૈયારી માટે વધારે સમય મળી શકે છે. એટલે કે સ્કૂલોને બીજા સત્ર માટે સામાન્ય વર્ષોમાં ૧૧૫થી ૧૨૦ દિવસનો સમય મળતો હોય છે તેના બદલે ૧૫૫ દિવસનો સમય મળશે. GSHSEBના અધ્યક્ષ એ.જે. શાહે જણાવ્યું કે, ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પાછી ખસેડવામાં આવી છે તેની સાથે વિદ્યાર્થીઓને વધારે તૈયારી કરવાનો પણ સમય મળી રહેશે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોરોના વાયરસની મહામારીના કારણે જે રીતે એકેડેમિક વર્ષનું નુકસાન થયું છે, પરંતુ હવે તેમને તૈયારી માટે વધારે સમય મળી રહેશે. આ સાથે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા દિવાળી વેકેશન પછી શરૂ કરી દેવામાં આવશે. પાછલા વર્ષની જેમ જ સામાન્ય પરિસ્થિતિમાં તેની કામગીરી દિવાળીની આસપાસ દરેક સ્કૂલોમાં પૂર્ણ થઈ જશે. GSHSEB દ્વારા બોર્ડની પરીક્ષામાં સિલેબસમાં ૩૦%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી વર્ષે બોર્ડની પરીક્ષા આપવા માટે ધોરણ-૧૦ના ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ જયારે ધોરણ-૧૨ના ૬.૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews