ગુજરાતનાં તમામ શહેરોના વેરહાઉસ-ગોડાઉનોની હવે ચકાસણી કરાશે !

અમદાવાદમાં ગતરોજ આગની ગોઝારી ઘટનામાં ૧ર વ્યક્તિઓના મોત થવાને લઈ રાજ્યભરમાં સરકારી તંત્રની નિષ્કાળજી સામે રોષ સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા તપાસના આદેશો જારી કરાતા હવે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગોડાઉન- વેરહાઉસોની ચકાસણી કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. એટલે કે, રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સાથે કાર્યરત વેરહાઉસ-ગોડાઉનો ઉપર હવે આગામી સમયમાં તવાઈ આવવાની છે.
આ ઉપરાંત ઘટનાની તપાસ માટે નિયમોમાં તપાસ અધિકારીઓ તા.૧૩મીએ સરકારને અહેવાલ સુપરત કરશે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરના પીરાણા ખાતે બનેલ આગની દૂર્ભાગ્યપૂર્ણ ઘટના અંગેનો તપાસ અહેવાલ આગામી ૧૩મી નવેમ્બરે રાજ્ય સરકારને સુપ્રત કરાશે. તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં આવેલાં આવા ગોડાઉનો-વેર હાઉસો કે જે પરવાનગી વગરના હોઈ અને એમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોય એની સંપૂર્ણ તપાસ ખાસ ઝુંબેશ થકી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સત્વરે કરાશે. રાજ્યના અન્ય કોર્પોરેશન વિસ્તારોમાં પણ આવી ઝૂંબેશ કરીને ચકાસણી કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં. પીરાણાની ઘટનામાં ભોગ બનનારા મૃતકોને રાજ્ય સરકાર દ્વારા જે સહાય જાહેર કરાઈ છે તે તેમના પરિવારજનોને સત્વરે પહોંચાડવામાં આવશે. અમદાવાદના પીરાણા ખાતે ગતરોજ થયેલી આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે ગેરકાયદે ધમધમતા જાેખમી રસાયણોના સંગ્રહસ્થાનો અને વેરહાઉસો ઉપર કાર્યવાહી કરવા અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પાઠવીને દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે. પત્રમાં જણાવેલ તપાસ વગેરેના મુખ્ય મુદ્દાઓમાં જણાવ્યા અનુસાર પોલીસ તથા અન્ય સંબંધિત તકનીકી એજન્સીઓ દ્વારા આ અંગેની તપાસ ચાલી જ રહી છે, ત્યારે દરમ્યાન આ પ્રકારના અન્ય કેટલાક વેરહાઉસ જ્યાં જાેખમી રસાયણો સંગૃહીત કરવામાં આવી રહ્યાં છે તે ઉચિત ‘’ના વાંધા પ્રમાણપત્ર’’ (એનઓસી) વિના કે ગેરકાયદે ચાલી રહ્યા છે કે કેમ ? તે અંગે કાયર્વાહી કરવી આવશ્યક હોઈ આ માટે એકથી વધુ વિભાગના સહકારમાં જરૂરી ટિમોનું તત્કાલ ગઠન કરીને ખાસ કરીને મ્યુનિસિપાલિટીની હદમાં ચાલતા આ પ્રકારના ગેરકાયદે વેરહાઉસિસનું સર્વેક્ષણ સમયસર હાથ ધરવું જાેઈએ, જેથી જાેખમી રસાયણો ગેરકાયદે સંગ્રહિત કરતા વેરહાઉસો ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી થઇ શકે અને આ લોકોની પ્રવૃત્તિને ડામી શકાય.
આ કાર્યવાહીમાં ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના ચેરપર્સન તથા પોલીસ કમિશનર, અમદાવાદને પણ તેમની ટીમોને કામે લગાવવા જણાવાયું છે. આ ઉપરાંત સર્વેક્ષણની કામગીરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી નીચેની શ્રેણીના અધિકારીઆ ન હોય તેવા અધિકારી તેમજ જીપીસીબીના ટેક્નિકલ અધિકારી, ડિરેક્ટોરેક્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થના સભ્ય સચિવ તથા નિયામક સહિતના અધિકારીઓની ટીમ આ કાર્યવાહીમાં જાેડાય તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) આ પ્રકારના વેરહાઉસના નિર્માણ અંગેની કાયદેસરતા પણ ચકાશે તેમ જણાવવા સાથે વધુમાં પત્રમાં આ મુજબની ‘’ડ્રાઈવ’’ રાજયના બાકીના મ્યુનિસિપલ કમિશનર્સ પણ તેમના જિલ્લાના સંબંધિત પોલીસ કમિશનર્સની સાથે રહીને તત્કાલ ચલાવે તેમ જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!