જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીએનજી બસ દોડાવવા સરકારમાં દરખાસ્ત

0

જૂનાગઢ શહેરની જનતાને આગામી દિવસોમાં કોર્પોરેશન સંચાલીત સીએનજી બસ સેવાનો લાભ મળવાનો હોવાનું જણાવા મળે છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નજીકનાં દિવસોમાં સીએનજી રપ જેટલી બસો નગરજનો માટે મુકવામાં આવશે આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકામાં સીએનજી બસ દોડાવવાનું આયોજના હાથ ધરાયું છે. આ અંગે જૂનાગઢ મનપા દ્વારા રાજય સરકારમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. અત્યારે જૂનાગઢમાં સીટી બસ સેવા બંધ છે. પ્રથમ તબકકામાં રપ સીએનજી બસની માંગણી મુકાય છે. ગુજરાતનાં શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા સીેએનજી અને ઈ-બસ દોડાવવાની તૈયારી ગત વર્ષે શરૂ કરી હતી. જે અંતર્ગત સરકાર દ્વારા ઈલેકટ્રીક બસ માટેની મંજૂરી અપાતા રાજકોટ શહેરમાં બસનો ઓર્ડર આપી દીધો છે. જયારે જૂનાગઢ માટે સરકારે દરખાસ્ત મળ્યા પછી વિચારણા કરશે. જે જાન્યુઆરીના અંત સુધીમાં આવી જતાં ૫૦ બસ રાજકોટમાં દોડવા લાગશે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ ૧૦૦ બસ માટે ખર્ચની મંજૂરી આપતા આગામી વર્ષમાં રાજકોટમાં તમામ સીટી બસો ઈ-બસ થઈ જશે તેમ રાજકોટ મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. કમિશ્નરે જણાવેલ કે, અપર એર આકાશમાં તથા વાતાવરણમાં પ્રદુષણ ઘટાડવા રાજકોટ કોર્પોરેશન દ્વારા પગલા લેવાયા છે. ક્વોલીટી સુધારવા માટે મહાનગરપાલિકાએ ટ્રાફિક ઉપર વધારે ધ્યાન આપ્યું છે. જેમાં મનપાની દોડતી સીટી બસોને ઈલેકટ્રીક બસોમાં રૂપાંતરણ કરવાનું આયોજન કરેલ છે. સરકાર દ્વારા અગાઉ ૫૦ ઈ-બસને મંજૂરી આપતા તેમજ ગ્રાન્ટ ફાળવતાં કોર્પોરેશને એજન્સીને ૫૦ બસનો ઓર્ડર આપી દીધો છે. તમામ બસ જાન્યુઆરીના અંત સુધીમાં આવવાની શકયતા હોવાથી પ્રથમ બીઆરટીએસ અને ત્યારબાદ સીટીમાં દોડતી બસોની જગ્યાએ ઈ-બસ દોડાવવામાં આવશે. રાજકોટ શહેરમાં પ્રદૂષણની માત્રા ઓછી કરવા માટે હાલમાં ઈ-રિક્ષાઓ દોડવા લાગી છે. કેન્દ્ર સરકારના પ્રોજેકટ મુજબ રાજકોટને ગ્રીન સીટી બનાવવા સ્માર્ટ સીટી અંતર્ગત ઈલેકટ્રીક બસ દોડાવવાને પ્રાધાન્ય આપી વધુ ૧૦૦ બસ દોડાવવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. જેમાં એજન્સીને આપવાના થતાં ખર્ચ પૈકી રૂા.૨૫ સબસીડી પેટે કેન્દ્ર સરકાર કોર્પોરેશનને ચૂકવશે. જેના કારણે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દોડતી તમામ સીટી બસનું ઈ-બસમાં રૂપાંતરણ થઈ જશે. કમિશ્નરે વધુમાં જણાવેલ કે, ઈલેકટ્રીક બસ દોડાવવાનો ખર્ચ હાલની ડિઝલ સંચાલીત બસ કરતા વધુ થાય છે. જેના કારણે એજન્સીને વધુ પૈસા ચૂકવવાના થતાં હોવાથી હાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે. જે મુજબ પ્રતિ કિલોમીટર રૂા.૫૭થી વધુ ખર્ચ થતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ મેક્સીમમ રૂા.૨૫ ચુકવવામાં આવશે. ઈલેકટ્રીક બસ દોડાવવા માટે હાલ ૮૦ ફુટ રોડ અમુલ ચોકડી નજીક બસ ચાર્જીંગ માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બીઆરટીએસ રૂટ ઉપર ઓછી બસની જરૂરિયાત છે. ત્યારે પ્રથમ સીટી બસમાં ઈ-બસનું રૂપાંતરણ કરવામાં આવશે.
સિટી બસના ડ્રાઈવરોને કડક સૂચના આપતા કમિશ્નર
રાજકોટ શહેરમાં પ્રદૂષણની માત્રા ઓછી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા સીટી બસનું ઈ-બસમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે પૈકી સાયકલ ફોર ચેન્જ પ્રોજેકટ અંતર્ગત સાયકલ સવાર તેમજ પગપાળા જતા લોકોને મુખ્ય માર્ગો ઉપર તકલીફ ન પડે તે માટે સીટી બસના તમામ ડ્રાઈવરોને સૂચના આપી છે કે, પગપાળા જતાં લોકો તેમજ સાયકલ લઈને જતાં લોકો પાસેથી પસાર થાય ત્યારે બસ ધીમી ચલાવવી અને ઓવર સ્પીડમાં ન ચલાવવી, વળાંક ઉપર પ્રથમ પગપાળા જતાં લોકોને તેમજ સાયકલ સવારોને પ્રાધાન્ય આપવા બસ ચાલકોને તાકીદ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!