અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ અભિનેત્રી પૂનમ પાંડેની ગોવા પોલીસે ધરપકડ કરી

અભિનેત્રી પૂનમ પાંડેની અશ્લીલ વીડિયો શૂટ કરવાના આરોપ બદલ ઉત્તર ગોવા પોલીસે ધરપકડ કરી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીએ પૂનમ પાંડે વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ગોવા સરકારની પ્રોપર્ટી ઉપર પૂનમ પાંડેએ એક અશ્લીલ વીડિયો શૂટ કરી હોવાનો આરોપ ગોવા ફોરવર્ડ પાર્ટીએ લગાવ્યો હતો.
ગોવા પોલીસે બુધવારે આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. પૂનમ પાંડેને ફિલ્માવતા અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ કેટલાક અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કેસ દાખલ કરાયો હતો.
અગાઉ સપ્ટેમ્બરમાં પૂનમ પાંડેએ પોતાના પતિ વિરૂધ્ધ મોલેસ્ટેશન અને કનડગતના આક્ષેપ સાથે કેસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે પૂનમ પાંડેના પતિની પૂછપરછ કરી હતી. બન્ને ગોવામાં હનીમૂન કરવા આવ્યા હતા. પૂનમ પાંડેએ લગ્નના ૧૩ દિવસ બાદ જ પતિ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
પૂનમ પાંડેએ અશ્લીલ વીડિયોનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર અપલોડ કર્યું હતું. આ ટીઝર ખૂબજ ઝડપથી વાયરલ થયું હતું. પૂનમના કેટલાક વાંધાજનક વીડિયોને લાખો વ્યૂઝ મળતા હોય છે અને કયારેક તે ટ્રોલ પણ થતી હોય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!