દેશના કેટલાંક રાજ્યોમાં ઉચ્ચતર વર્ગોની શાળાઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખુલવાની છે. આ વચ્ચે જ વાલીઓ તથા શિક્ષકોને વિચારતા કરી દે તેવા એક અહેવાલમાં આંધ્રમાં શાળા ખૂલ્યાના ૩ જ દિવસમાં ૨૬૨ વિદ્યાર્થી તથા ૧૬૦ શિક્ષકો ચેપગ્રસ્ત જણાયા છે. આંધ્રપ્રદેશમાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે બીજી નવેમ્બરના રોજ સ્કૂલ પુનઃ ખોલવામાં આવી છે, તેના ત્રણ દિવસ બાદ લગભગ ૨૬૨ વિદ્યાર્થીઓ અને ૧૬૦ શિક્ષકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આંધ્રપ્રદેશ સ્કૂલ એજ્યુકેશન કમિશનર વી.ચિન્ના વીરભદ્રએ ગુરુવારે આ માહિતી આપી છે.
જોકે, તેમણે કહ્યું કે સ્કૂલ આવતા વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનામાં ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓનો આંક ચિંતાજનક નથી. તેમણે એમ પણ કહ્યું કે પ્રત્યેક સંસ્થામાં જોકે કોવિડ-૧૯ સુરક્ષા માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ચાર નવેમ્બરના રોજ લગભગ ૪ લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને એ પૈકી કોરોનાથી ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૨ હતી, જે ચાર લાખ વિદ્યાર્થીઓના કુલ ૦.૧ ટકા પણ નથી. એમ કહેવું યોગ્ય નથી કે સ્કૂલ જવાના કારણે વિદ્યાર્થીઓ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે. અમે સુનિશ્ચિત કર્યું છે કે પ્રત્યેક ધોરણમાં ફક્ત ૧૫ કે ૧૬ વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત હતા, એટલે આ ચિંતાનો વિષય છે. વીરભદ્રના કહેવા મુજબ ૧.૧૧ લાખ શિક્ષકો પૈકી ફક્ત ૧૬૦ શિક્ષકો જ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે. આંધ્રપ્રદેશના શિક્ષણ વિભાગે આપેલાં આંકડા અનુસાર, રાજ્યમાં ધોરણ ૯ અને ૧૦ના કુલ ૯.૭૫ લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા છે. એ પૈકી ૩.૯૩ લાખ વિદ્યાર્થીઓ જ સ્કૂલે આવ્યા છે. યુજીસીએ કોલેજો-યુનિ. શરૂ કરવા ગાઇડલાઇન જારી કરી
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews