મહારાષ્ટ્રમાં દ્વેષભાવે કટુતાપૂર્ણ વ્યવહાર કરી એક લોકપ્રિય ચેનલના નિડર પત્રકાર અર્નબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ સામે માંગરોળના પત્રકારોએ વિરોધ દર્શાવી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મહારાષ્ટ્રના ગવર્નરને સંબોધીને લખેલું આવેદન મામલતદારને પાઠવ્યું હતું. પ્રજાતંત્રના ચોથા સ્તંભ ગણાતા પત્રકારીતાનો સ્વર રૂંધવાના થયેલા પ્રયાસને પત્રકારોએ વખોડી કાઢ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મુક્ત પત્રકારીતા એ સ્વતંત્ર અને તંદુરસ્ત લોકશાહીની પૂર્વ શરત છે. મુક્તતાને બંદીવાન બનાવાશે તો પ્રજાતંત્રનો અંત અને સરમુખત્યાર શાહીનો પ્રારંભ થશે. જો સત્વરે અર્નબને મુક્ત નહીં કરાય તો સરકારની નિયત, નીતિ ઉપર શંકા-કુશંકા ઊભી થશે. જેથી તાત્કાલિક પગલા ભરી તેઓને મુક્ત કરી રાષ્ટ્રભરના પત્રકારોને શુભ સંકેત અપાય તે જરૂરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews