શિક્ષણ જગતની સર્વોત્તમ પદવી એટલે ડી.લીટ (ડોકટર ઓફ લીટરેચર) આ ડિગ્રી સમાજની બહુમૂલ્યવાન – પ્રતિષ્ઠિત અને સમાજ જીવન બહુ મોટું પ્રદાન હોય તેવી પ્રતિભાશાળી વ્યકિતઓને ડી.લીટની પદવી આપવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર ૫ કે ૧૦ વર્ષે સમાજના બહુપ્રતિષ્ઠિત વ્યકિતત્વને ડી.લીટની પદવી આપીને સન્માનિત કરે છે. છેલ્લા ૪ દાયકામાં કુલ ૧૨ વ્યકિતઓને ડી.લીટની પદવી એનાયત થઈ છે.
ગઈકાલે કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સીન્ડીકેટ સભ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.મેહુલ રૂપાણીએ કુલપતિને પત્ર લખીને પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ઈસરોના ચેરમેન ડો.શિવાનન તેમજ સભ્યો દ્વારા કિરીટભાઈ ગણાત્રા, આશિષભાઈ ચૌહાણ, ભાણદેવજી અને માજી મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને ડોકટર ઓફ લીટરેચર (ડી.લીટ)ની માનદ પદવી આપવા સીન્ડીકેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ.
ડી.લીટની પદવી માટે સીન્ડીકેટની ભલામણને સેનેટમાં મંજૂર અર્થ મૂકાશે અને બાદમાં કુલાધિપતિ રાજયપાલજીને દરખાસ્ત મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા ૪૭ વર્ષમાં ૧૨ પ્રતિભાવંત વ્યકિતઓને ડી.લીટની પદવી એનાયત કરી છે. જેમાં ૧૯૭૩માં પંડિત સુખલાલજી સંઘવી, શ્રી ઉમાશંકર જોષી, ૧૯૭૯માં જયપ્રકાશ નારાયણ, ૧૯૯૧માં શ્રી કે.કા.શાસ્ત્રી, શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ શ્રી સામ પિત્રોડા, ૧૯૯૨માં શ્રી સવિતાબેન મહેતા, ૧૯૯૮માં શંભુપ્રસાદ દેસાઈ, પૂ.શ્રી પાંડુરંગદાદા આઠવલે, શ્રી દત્તોપંત ઠેગણી, શ્રી હરીવલ્લભ ભાયાણી અને ૨૦૦૪માં ડો.દિપચંદભાઈ ગાર્ડીને ડી.લીટની પદવી એનાયત થઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews