જૂનાગઢ જિલ્લા જેલ ખાતે બંદીજનો અને સ્ટાફને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનું વિતરણ કરાયું

0

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા
તા. ૫-૧૧-૨૦૨૦ ના રોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ૪૩ બંદીજનો તથા કર્મચારીઓને કોરોના થયો હતો અને કોરોનાનું વધુ વધુ સંક્રમણ જેલમાં ન ફેલાય અને બંદીજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે દાતા અશ્વિનભાઈ પંચમિયા પરિવાર દ્વારા ચ્યવનપ્રાશ, વેપોરાઇઝ મશીન નાસ લેવા માટે, પ્રતિકાર ટેબલેટ, ઇમ્યુકીંગ સીરપ, વીટાફલૉ વિટામિન-સી ટેબલેટ, નીલગીરી પોપચાં અને મલ્ટી વિટામિન, ઉકાળો, તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્યમ મંડળ દ્વારા બંદીજનોને ૩૦ ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા જેલર સુરેશભાઈ ઢૂસાએ સંસ્થાની પ્રવૃત્તિની પ્રસંશા કરેલ અને બંદીજનો માટે અગાઉ પણ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કોમ્પ્યુટર,ટીવી, વોટર કુલર, પ્રોજેક્ટર આપવામાં આવેલ હતાં. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાના જણાવ્યા મુજબ જૂનાગઢ અને પરા વિસ્તારમાં રહેતા હોય અને કોરોના પોઝીટીવ આવેલ દર્દી જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેઓએ કોરોના રિપોર્ટની ઝેરોક્ષની નકલ રજુ કર્યેથી રોગપ્રતિકારક દવાની કીટ વિનામુલ્યે આપવામાં આવશે. આ અંગે સંસ્થાના ટ્રસ્ટી અલ્પેશ પરમાર મો. ૯૪૨૭૨ ૪૨૭૭૧, કે. કે. ગોસાઈબાપુ મો.૯૪૨૮૯ ૫૩૫૯૫ નો સંપર્ક સાધવા જણાવાયું છે. આ સેવા યજ્ઞમાં રમેશભાઈ શેઠ, બટુક બાપુ, રજનીભાઇ શાહ, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, દેવીદાસભાઈ નેણસાણી, કમલેશભાઈ પંડ્યા, મનીષભાઈ લોઢીયા હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!