ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોને ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ભકતોની શ્રધ્ધા જયાં કેન્દ્રીત થયેલી છે. તેવા સ્વામિનાયરાણ મુખ્ય મંદિરને અનેરી રોશનીથી સજાવટ કરવામાં આવશે અને જૂદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢનાં જવાહરરોડ ઉપર આવેલ
શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદીર લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલા રાધારમણ દેવ હરીકૃષ્ણમહારાજ,
શ્રી સિધ્ધેશ્વર મહાદેવજી રણછોડરાયજી ત્રિકમરાયજી રિધ્ધીસિધ્ધીનાં દાતા ભગવાન ગણેશજી, સંકટમોચન હનુમાનજી મહારાજ, ઘનશ્યામજી મહારાજના દેવો અહીં બિરાજે છે. અને ભકતજનોનાં દુઃખો દુર કરી અને મનોકામના પુર્ણ કરે છે. ભગવાન શિવજીનાં મંદિરમાં ભગવાન શિવજી, માતા પાર્વતીજી અને ગણેશજી એક સાથે મૂર્તિ સ્વરૂપે બિરાજેલ હોય તેવું શ્રી સ્વામીનારાયણ મંદિર છે અને જવાહરરોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ, માતા પાર્વતીજી અને ગણેશજી એક સાથે બિરાજમાન છે અને ભકતજનોની સર્વે મનોકામના પુર્ણ કરે છે. આવા આ મંદિરે ભાવિક ભકતોનો પ્રવાહ સતત રહેતો હોય છે. દુર-દુરથી હરીભકતો દર્શનાર્થે આવે છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીનાં સંકટકાળમાં આ મંદિરોને દર્શનાર્થીઓને પણ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ અને તકેદારીનાં ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હતાં અને ધીમે-ધીમે ભકતોની લાગણીને ધ્યાને લઈ અને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આગામી દિપાવલીનાં તહેવારો ખાસ કરીને એકાદશીથી લાભ પાંચમ સુધીનાં તહેવારો આવી રહયા છે. ત્યારે આ તહેવારોને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ અંગેની વિગતમાં જાેઈએ તો
શ્રી સ્વામીનારાયણ મંદિર એટલે ભગવાન શ્રી સ્વામીનારાયણના સ્વહસ્તે પધરાવેલ શ્રી રાધારમણદેવ- હરિકૃષ્ણ મહારાજ,
શ્રી સિધ્ધેશ્વર મહાદેવજી ધામ હજારો મુમુક્ષુઓની મનોકામના પુર્ણ કરતું આસ્થાનું કેન્દ્ર જયાં બિરાજમાન દેવોની માનતાથી લાખો લોકોના દુઃખ દર્દ મટે છે. સ.ગુ.શ્રી ગોપાલાનંદજી સ્વામિના હૃદયથી સ્થપાયેલ અને સ.ગુ.શ્રી ગુણાતીતાનંદ સ્વામિના સંકલ્પબળના સમન્વયથી થતી મહાપૂજા આજે પણ સૌના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપે છે. ભગવાન
શ્રી સ્વામિનારાયણે જયાં બાહુમાં લઈ દેવાધિદેવ
શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી વિશ્વનું એકમાત્ર શિવસ્વરૂપ પ્રતિષ્ઠિત કર્યુ છે. દીપાવલી આ પર્વમાં મહંત કો.શા.સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તથા ચેરમેનશ્રી સ.ગુ.કો. સ્વામી દેવનંદનદાસજી અને કમિટી દ્વારા
શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રધ્ધાળુઓની ભાવના લાગણીને ધ્યાને લઈ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દિવાળી દરમ્યાન તમામ તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews