લાટીના જંગલ વિસ્તારમાંથી ગળાફાંસો ખાધેલ અજાણ્યા આધેડની લાશ મળી

0

સોમનાથ સમીપે લાટી ગામે આવેલા જંગલમાં અજાણ્યા યુવકની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. સોમનાથ સમીપે દરીયાકાંઠે આવેલ લાટી ગામના જંગલ વિસ્તારમાંથી એક પુરૂષનો ગળાફાંસો ખાધેલ મૃતદેહ ગ્રામજનોના ધ્યાને આવતા તુરંત પોલીસને જાણ કરી હતી. જેના પગલે સ્થાળ ઉપર પોલીસ અધિકારીઓ દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ મૃતદેહ અંગે પીઆઇ વાઘેલાએ જણાવેલ કે, ૬૫ થી ૭૦ વર્ષના મજુર વર્ગના આધેડ લાગી રહયા છે. તેની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!