Thursday, January 21

રાજ્યના ચોથા વર્ગના ૩૦ હજારથી વધુ કર્મચારીઓને દિવાળીનું બોનસ ચુકવાશે

દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ આપતાં વિવિધ નિર્ણયો લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યના ચોથા વર્ગના હજારો કર્મચારીઓ માટે દિવાળીનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઈને વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/-ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજાેના કર્મચારીઓ, બિન- સરકારી શાળાઓ અને કોલેજાેના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓના વર્ગ-૪ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને તેનો લાભ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!