સોમનાથ મરીનના નિવૃત થયેલ પીઆઇને આગેવાનો-સ્ટાફે ભાવભેર વિદાય આપી

સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એમ. સોનરાત તા.૩૧ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને વિદાય આપવા સમારોહ યોજાયેલ હતો. આ સમારોહમાં પી.આઇ. જી.એમ.રાઠવા સહિતના સ્ટાફે નિવૃત થતા અધિકારી પીઆઇ સોનરાતની કામગીરીને બીરદાવી શાલ ઓઢાડી વિદાય આપી હતી. જયારે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ સહિતના આગેવાનોએ પીઆઇ સોનરાતને સ્મૃતિચીન્હ આપી નિવૃતી જીવન આરોગ્યમય સુખમય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહમાં નિવૃત થનાર અધિકારી સોનરાતે જણાવેલ કે, કાર્યકાળ દરમ્યાન પોલીસની ગૌરવવંતી કામગીરીમાં સ્ટાફનો સહકાર મળેલ હોવાનું જણાવેલ હતું. અધિકારી સોનરાત વર્ષ ૧૯૮રમાં પો.કો. તરીકે રાજકોટ રૂરલમાં ફરજ ઉપર આવેલ ત્યારબાદ જેતપુર, જેતલસર, મોરબી, જામકંડોરણા, કોટડા સાંગાણી તેમજ વર્ષ ર૦૦૯માં પી.એસ.આઇ. તરીકે દાહોદ, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વર્ષ ર૦૧૮માં પી.આઇ. તરીકે પ્રમોશન મળતા પ્રભાસ પાટણ ખાતે ફરજ બજાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!