અવધુત નર્મદાનંદજીની પગપાળા યાત્રા, સોમનાથમાં ધર્મગોષ્ઠી યોજાઈ

ભારતવર્ષમાં આવેલ ૧૨ જ્યોતિર્લિંગની શ્રી શ્રી ૧૦૦૮ અવધુત નર્મદાનંદ બાપજી દ્વારા પગપાળા યાત્રા શરૂ કરી છે. રાષ્ટ્રધર્મનો વિકાસ, ગૌરક્ષા, પર્યાવરણ સંરક્ષણ,જળ સંરક્ષણ જેવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે ૧૨ જ્યોતિર્લિંગ ઉપર પવિત્ર ગંગા નદીના જળનો અભિષેક કરવા નીકળેલ યાત્રા સતત ૪૦૦ થી વધુ દિવસની છે. આઠ જ્યોતિર્લિંગ ઉપર ગંગાજલ અભિષેક કરી તા. ૪-૧૧-૨૦૨૦ ના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થધામ સ્થાને પહોંચેલ હતી. તા. ૦૬/૧૧/૨૦૨૦ ના રોજ ધ્વજાજીની પુજા, ગંગાજલ અભિષેક, રૂદ્રાભિષેક કરી ધ્વજા રોહણ કરી ત્યારબાદ રાષ્ટ્રવિકાસ ધર્મસભા ગોષ્ઠી રાખેલ હતી.
આ સંપુર્ણ કાર્યક્રમમાં નિર્વાણ પીઠાધીશ્ચર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતીજી, સંન્યાસ આશ્રમ-અમદાવાદ તથા મહામંડલેશ્વરશ્રી વિશ્વંભરભારતીબાપુ જુનાગઢ, જુનાગઢ જિલ્લા વિશ્ચ હિન્દુ પરિષદ, ગૌરક્ષા દળના જીલ્લા પ્રમુખ ભાવિનભાઇ માકડિયા, પાર્થભાઇ હુડકા, મીતભાઇ કુંડારીયા, સંદીપભાઇ ઠેસીયા, ગગનભાઇ સઇજા, વિકાસભાઇ પનારા,સમીરભાઈ મોરવાડીયા વગેરેએ ઉપસ્થિત રહી અલૌકિક ધર્મકાર્યમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી તેમ વિહિપ જીલ્લા મંત્રી સુર્યકાંતભાઇ નિમાવતની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!