જૂનાગઢનો ૧ર વર્ષનો બાળક કાગળની હોડીઓ બનાવીને વેંચી આવક મેળવે છે

કહેવાય છે કે, ખાલી ખીસ્સા, એકલાપણું અને નિષ્ફળતા માણસને ઘણું બધું શીખવી જાય છે, એવું જ કંઇક છે આ બાળક સાથે. માત્ર ૧૨ વર્ષ ના આ બાળકનું નામ છે રાજ, જો તમે જૂનાગઢના જયશ્રી રોડની આસપાસ રોજ નીકળતા હશો, તો આ બાળકને તમે રંગોળી આઇસ્ક્રીમ પાસે જોયો હશે, રાજના પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હોવાને કારણે રાજે નાનપણથી જ પોતાનો ખર્ચ પોતે કાઢી અને પરિવારને મદદરૂપ થવાનું નક્કી કર્યું. કઈ રીતે આ બાળક પોતાનું બાળપણ એકતરફ મૂકીને અત્યારથી જ કમાય છે? કોઈ પાસે હાથ લાંબા કર્યા વગર આ બાળક રોજ સવારે લગભગ ૫૦૦ જેટલી કાગળની હોડીઓ બનાવે છે અને ત્યાંથી નીકળતા પરિવારના બાળકોને ભેટ કરે છે. દરેક લોકો તેની અનુકૂળતા પ્રમાણે આ બાળકને સહાય કરે છે. જ્યારે કોઈ હોડી લીધા વગર એને પૈસા આપે છે ત્યારે આ બાળક ના પાડી દે છે અથવા તો હોડી લેવાનું કહે છે જેના ઉપરથી કહી શકાય કે, આ બાળક પોતાની બુદ્ધિ અને મહેનત દ્વારા જ પૈસા કમાય રહ્યો છે. એટલું જ નહી પરંતુ હાઉસિંગ બોર્ડ પાસે રાજ સ્કુલે પણ જાય છે. દરેક બાળકને પોતાનું બાળપણ માણવાનો પુરે પૂરો હક્ક છે અને દરેકને પોતાના અમૂલ્ય બાળપણના બધા શોખ પૂરા કરવાની ઈચ્છા હોય છે ત્યારે આ બાળક બંને વસ્તુ કરે છે અને કહે છે કે, પોતાની મહેનતથી એ કમાય પણ છે અને એને ગમતા શોખ પણ પૂરા કરે છે. ગિરનારની ગોદમાં આવેલા જૂનાગઢની ધરતીમાં કંઇક એવો જાદું છે કે જે જુનાગઢના તમામ લોકોને કંઇક અનેરી શક્તિ આપે છે. જ્યારે પણ આ બાળકને તમે જુઓ ત્યારે પ્રેમથી તેની સાથે વાત કરીને તેમની પાસેથી કાગળની હોડી ખરીદી અને તેને પ્રોત્સાહન રૂપી સહાય કરવા અનુરોધ કરાયો છે. કોઈ ખોટા રસ્તા સાથે ન સંકળાઈ આ બાળક મહેનત કરે છે તો આ બાળકને સહાય કરવાની દરેક વ્યક્તિની ફરજ છે. સોશ્યલ મીડિયા દ્વારા આ હકીકત શેર કરી વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી બાળકના જીવનમાં નાનકડી ખુશી લઇ આવીએ તે આપણી નૈતિક ફરજ બને છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!