દેશવ્યાપી હડતાળમાં જૂનાગઢ જિલ્લાનાં ડાબેરી જનસંગઠનો જોડાશે, જૂનાગઢ સંમેલનમાં ઠરાવ


જૂનાગઢ સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન(સિટુ) સાથે જોડાયેલા મધ્યાહન ભોજન પ્રતિનિધિ,ઓસ્ટ્રીન કામદાર યુનિયન સિટુ, મેક્સ કામદાર યુનિયન સિટુ, અખિલ ભારતીય ખેતમજદૂર યુનિયન, પ્રતિનિધિઓની મિટિંગ માયારામ આશ્રમ જૂનાગઢ ખાતે સિટુના પ્રદેશ મહામંત્રી અરૂણભાઈ મહેતાનાં અતિથિ વિશેષપદે, બટુકભાઈ મકવાણાંના પ્રમુખ સ્થાને મળેલ હતી જેમાં જનવાદી નૌજવાન સભાના જીશાનભાઈ હાલેપૌત્રા, રેહાનાબેન બાબી, ખેત મજૂર યુનિયનના સરપંચ સમજુભાઈ સોલંકી, કે.કે .ચાવડા, ઓસ્ટ્રીન કામદાર યુનિયનના ચીકાભાઈ મહેરિયા, મેરામણભાઈ ઓડેદરા, બસરૂદીન અન્સારી, મનોજભાઈ ભટ્ટ, વલીમામદ કોરેજા, સલીમભાઈ ઠેબા, કાનજીભાઈ મકવાણા, હરેશભાઇ દેસાઈ, ક્રિએટિવ કાસ્ટિંગ કામદાર યુનિયનના જગમાલભાઈ જોગલ, અશ્વીનભાઈ લખલાણી, રમણિકભાઈ કરમિયા,ધીરૂભાઈ ગોહિલ, નવનિતભાઈ ચૌહાણ, મધ્યાહન ભોજન કર્મચારી- પ્રતિનિધિ રમેશભાઇ કામલિયા, પ્રફુલભાઈ વાવેચા, હરેશભાઇ જોષી ,પ્રવિણભાઈ ગોહેલ, રાધેશ્યામભાઈ, દિનેશભાઇ ભટ્ટી, ભીમભાઈ કરમટા, ધીરેનભાઈ ક્રાકેચા, મહિલા સંઘના રોજીનાબેન શેખ, આયેષાબેન કાઠી, સોહિલ સીદીકિ, દલિત યુવા આગેવાન કરણ જાદવ, ખેત મજૂર યુનિયનના રમેશભાઈ પરમાર, કુરજીભાઈ મકવાણા, મહેશભાઈ સોલંકી, કે.ડી.સાગરકા તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી અને તા.૨૬ નવેમ્બર, ર૦ર૦ની દેશવ્યાપી હડતાળમાં જોડાવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!