કાલથી જૂનાગઢની ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે બે દિવસ સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

0

જૂનાગઢમાં ખલીલપુર મેઈન રોડ, જીનિયસ સ્કૂલની બાજુમાં, શ્રી ચિકિત્સા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો રવિવારે સવારે ૯ કલાકે શુભારંભ થનાર છે. જેમાં એમ.ડી. ફિઝીશ્યન તેમજ એમડી પલ્મનોલોજી, બાળરોગ નિષ્ણાંત અને ફિઝયોથેરાપી, એમ.એસ.સર્જન, ફાર્માલોજીસ્ટ એન્ડ ટોકસી કોલોજીસ્ટનાં નિષ્ણાંત, તબીબો આ હોસ્પિટલમાં સેવા આપશે. આ હોસ્પિટલનાં નિર્માતા ડો. રાહુલ મહેતા, યોગેશભાઈ મહેતા, કાંતિલાલ બોરીચાંગરે અને શૈલેષ મહેતાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મધ્યમ વર્ગનાં લોકોને રાહતભાવે નિદાન અને સારવાર આપવાનાં ઉદેશથી આ ટ્રસ્ટનાં નેજા હેઠળ હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે. આ હોસ્પિટલનાં શુભારંભ પ્રસંગે તા.૮ નવેમ્બરને રવિવાર તેમજ તા.૯ને સોમવારનાં રોજ સમાજ સેવાની સરીતારૂપે બે દિવસ સુધી સવારે ૯થી બપોરે ર વાગ્યા સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં આ હોસ્પિટલનાં નામાંકિત તબીબો સેવા આપશે તેમજ જરૂરિયાતમંદોને રાહતદરે દવા તેમજ સારવાર પણ આપશે જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!