રાજયમાં ૪પ૦ નાના મોટા નગરોમાં કાળીચૌદશની ગેરમાન્યતા, કુરિવાજાે, પરંપરા, વર્ષો જુની માન્યતા સામે જાગૃતિ કાર્યક્રમો યોજાવાના છે. રાજયભરમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજયમાં અનાજ, પાણીનો બગાડ ન કરવા લોકો કટિબધ્ધ બન્યા છે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની અપીલને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લા, તાલુકા અને ગ્રામજનોમાં વૈજ્ઞાનિક માનસના દર્શન જાેવા મળ્યા હતા. રાજકોટ પૂર્વ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર એચ.એલ.રાઠોડે જનજાગૃતિ પત્રિકા વિતરણ અંગે અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, અંધશ્રધ્ધાથી માનવજાત પાયમાલ થયેલ છે, તેને દેશવટો આપવાની જરૂરિયાત છે. ભાવિ પેઢી માટે આપણે કુરિવાજાે, જુના રિત-રિવાજાે, ખોટીમાન્યતાને જાકારો આપવા ઘરમાંથી પહેલ કરવી પડશે. ર૧મી સદીને અનુરૂપ આપણી માનસિકતા કેળવવી પડશે. જાથાની સમાજલક્ષી પ્રવૃત્તિને સૌ કોઈએ સહકાર આપવો નૈતિક ફરજ છે. અનાજ, પાણીનોબગાડ ન કરવા અપીલ કરી હતી, જાથાની પ્રવૃતિની તેમણે પ્રસંશા કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews