ગીરગઢડા તાલુકાના જશાધાર, ધોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે જવાનો રસ્તો ગેઇટથી બંધ કરવામાં આવ્યો છે. આ બાબતે આસપાસના ગામ ધોકડવા, નગડિયા, જસાધાર તેમજ ઉના અને ગીરગઢડા તાલુકાના અનેક ગામના લોકો અને સરપંચો દ્વારા આ મંદિરના દર્શને અને માનતા માટે આવતા લોકોને તકલીફ ના પડે તે હેતુથી વન વિભાગને ગેઇટ કાયમી ધોરણે ખોલવા રજૂઆત કરાઈ છે. ગીર-સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલંધરા દ્વારા પણ મુખ્ય મંત્રી, વન મંત્રી અને વહીવટી તંત્રને રજૂઆત કરાઈ છે. પરંતુ આવા ૨૦૦થી પણ વધુ વર્ષ જુના પૌરાણિક મંદિરના દર્શન અને માનતાઓ માટે શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હોય તો તો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન માં સોનબાઇના મંદિર સુધી જવા માટેની તમામ વનવિભાગની અડચણો દૂર કરવા લોક માંગણી ઉઠી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews