ગીર-સોમનાથ જીલ્લામાં શિયાળુ વાવેતર જાેશભેર શરૂ ઘઉં અને ચણા વાવણીમાં ખેડૂતોની પહેલી પસંદ

0

ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે વધવા પણ સંભવ છે. જીલ્લા ખેતીવાડી અધિકારી સુભાષભાઈ વાઘમશી અને લાખાણી પાક વાવેતર સમીક્ષા કરી રહયા છે. ચાલુ રવિ વાવેતર સીઝનમાં જીલ્લામાં ૩૮૬૯૧ હેકટરમાં વાવેતર તા.૬-૧૧ સુધીમાં થયેલ છે. જે વર્ષ ર૦૧૯-ર૦માં ૬૦૩૬ર હેકટરમાં થયું હતું અને ર૦૧૭-૧૮માં ૧૦૬રર૭ અને ર૦૧૮-૧૯માં ૮૪૪૩૪ હેકટરમાં કુલ વાવેતર થયેલ હતું. ચાલુ રવિ સીઝનમાં ૧પપ૬૦ હેકટરમાં ઘઉં વાવેતર થયેલ છે. જે ર૦૧૭-૧૮માં ૪૮૮ર૭મ અને ર૦૧૮-૧૯માં ૩પ૧૦૪ અને ર૦૧૯-ર૦માં ૩૩૩પ૩ હેકટરમાં ઘઉં વાવેતર થયેલ હતું.
ચણા ઃ ચાલુ વર્ષે જીલ્લામાં ૧૪૦પ૦ હેકટરમાં ચણાનું વાવેતર થયેલ છે જે ર૦૧૭-૧૮માં ર૦૦૩૮ અને ર૦૧૮-૧૯માં ૧ર૭૭૩ હેકટરમાં અને ર૦૧૯-ર૦માં ૧૦૪૬૦ હેકટરમાં થયું હતું. જીલ્લામાં સૌથી વધુ કુલ વાવેતર ગીરગઢડામાં ૧૧પ૭ર અને સૌથી ઓછું ૧૭૯૦ કોડીનારમાં થયેલ છે. તાલુકાવાર કુલ વાવેતર ગીરગઢડા ૧૧પ૭ર, કોડીનાર ૧૭૯૦, સુત્રાપાડા ૯૭૧૪, તાલાલા ૭૪૯૦, ઉના ર૯૦૦, વેરાવળ પરરપ અને જીલ્લાનું કુલ વાવેતર ૩૮૬૯૧ કરાયેલ છે.
ચણા ઃ ગીરગઢડા ૪પ૭પ, કોડીનાર ૪૬૦, સુત્રાપાડા ર૪૦૦, તાલાલા ૩૪૧પ, ઉના પ૦, ૩૧પ૦ વેરાવળ, સૌથી વધુ ગીરગઢડા, સૌથી ઓછું ઉના જીલ્લામાં કુલ વાવેતર ૧૪૦પ૦.
ડુંગળી ઃ જીલ્લામાં રપ૦૦ હેકટર જેમાં ર૩૦૦ ગીરગઢડા, ૧પ૦ ઉના, પ૦ વેરાવળ.
શેરડી ઃ કુલ વાવેર ૧૩પ જેમાં ૩૦ કોડીનાર, ૩પ સુત્રાપાડા, ૭૦ તાલાલા.
જુવાર ઃ પ હેકટરમાં કોડીનારમાં, રાઈ ૪ હેકટર સુત્રાપાડામાં ધાણા કુલ વાવેતર જીલ્લામાં પ૯૮.
શાકભાજી ઃ જીલ્લામાં ૧૦૮ર અને ઘાંસચારો ૪૦૩૦ આ ઉપરાંત મેથી ૧૦ હેકટર, અજમો ૧ હેકટર અને હળદળ ૧ હેકટર ગીરગઢડામાં વાવેતર થયેલ છે. વાવેતર થયેલો પાક માહ- ફાગણ માસમાં બજારોમાં ધમધમી ઉઠશે અને કૃષિ આર્થિક તંત્રને બળ-વેગ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!