યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુર ગામે રમણીય બીચનું નિર્માણ થયેલ છે અને રાજય સરકાર દ્વારા આ બીચને વિકસાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને હાલમાં પણ બીચનો વિકાસ વેગવંતી થઈ રહયો છે અને આવનારા દિવસોમાં આ બીચ ગુજરાત રાજય સહિત ભારતભરમાં ખ્યાતિપ્રાપ્ત થશે તે વાત ચોકકસ ગણાય છે.ત્યારે દ્વારકા વિસ્તારના ભૂમાફીયાઓએ બીચ આસપાસની કિંમતી જમીનો ઉપર પગપેસારો કરવાનો શરૂ કરી દીધેલ છે. બીચ આસપાસના સરકારી ખરાબાઓ વહીવટીતંત્ર સાથે મીલીભગત કરીને પોતાના મળતીયાઓના નામે ટ્રાન્સફર કરવા તથા આસપાસના ખાનગી માલિકીના સર્વે નંબરોની જગ્યાઓ તેમના માલીકોને યેનકેન પ્રકારે દબાવી – ધમકાવીને પોતાના નામે કરી આપવા માટે ભુમાફીયાઓએ હાલમાં માથુ ઉંચકયું છે અને બીચ આસપાસની ખેતીની જમીનો સરકારી અધિકારીઓ સાથે મીલીભગત કરીને પોતાના નામે કરી લેવાની રીતસરની ઝુંબેશ હાલમાં ભુમાફીયાઓએ આદરેલ છે.
શિવરાજપુર બીચનો વિશ્વાસ તો ચોકકસપણે થશે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ બીચના વિકાસની સાથે – સાથે દ્વારકાના ભુમાફીયાઓનો પણ મોટાપાયે વિકાસ થશે અને કરોડોની કિંમતી જગ્યા ઉપર યેનકેન પ્રકારે પેશકદમી કરીને પોતાના નામે કરાવી લેવાના કારસાઓ હાલમાં ઘડાઈ રહયા છે. બીચની નજીકના સર્વેનંબરોની ખેતીની જમીનોનું કૌભાંડ અગાઉ બહાર પણ આવેલ છે અને તેમાં પણ સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવેલ છે. પરંતુ આ કૌભાંડને ભુમાફીયાઓ દ્વારા ઉપર લેવલ સુધી મોટી લાગવગ લગાડીને દબાવી દેવામાં આવેલ છે. આ કૌભાંડની ફાઈલને જાે ફરી સજીવન કરવામાં આવે તો દ્વારકા વિસ્તારના કેટલાય ભુમાફીયાઓની ખીચડી અભડાઈ જાય તેમ છે. હવે જાેવાનું એ છે કે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભુમાફીયાઓને છોડવામાં નહીં આવે તેવી જાહેરાતો કરેલી છે તેની અમલવારી દ્વારકા વિસ્તારમાં થશે કે કેમ ?
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews