જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું

0

જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા અનોખો અને પ્રેરણા દઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દિવાળીના તહેવાર નિમિત્તે સફાઈ કામદારોને સન્માન સાથે ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદારોનું ઋણ સ્વીકાર કરીને મુસ્લિમ સંસ્થા દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. જૂનાગઢના અલ – ફલા ટ્રસ્ટ અને કેર ફાઉન્ડેશન દ્વારા સફાઈ કામદારોને દિવાળી પહેલા નવા કપડાંની જોડી, ચપ્પલ, મીઠાઈ અને રોકડ રકમની ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના અલ – ફલા ટ્રસ્ટ અને કેર ફાઉન્ડેશનના મોલાના મતીન બર્માવાલા, મૌલવી ઇબ્રાહિમ પાસલીયા, અફઝલ દુર્વેશ, ઉબેદ દૂર્વેશ, સિરાજ મન્સુર વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના મૌલાના મતીન બર્માવાલાએ જણાવ્યું હતું કે, સમાજ વ્યવસ્થામાં સફાઈ કામદારોનું યોગદાન સૌથી મોટું હોય છે. કોરોના મહામારી અને લોકડાઉન દરમ્યાન સફાઈ કામદારોએ રાત દિવસ જાેયા વિના જીવન જાેખમે પોતાની ફરજ નિભાવી હતી. તેમણે કરેલી કામગીરીનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં પરંતુ સફાઈ કામદારોનું સન્માન કરવું એ આપણા સૌની ફરજ સમજી ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા આ પ્રકારનો પ્રેરણા રૂપ કાર્યક્રમનું આયોજન કરી સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધવામાં આવ્યો છે, કારણકે જો આપણી આસપાસ કોઈ સફાઈ કામદાર ન હોય તો પરિસ્થિતિ શું થાય તે વિચાર માત્રથી સફાઈ કામદારોની કામગીરીની પ્રતિતિ થાય અને એટલા માટે જ આ પ્રકારના કાર્યક્રમો દરેક જગ્યાએ થાય તે ખુબ જ ઇચ્છનીય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!