શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષોની પરંપરા મુજબ દિવાળીનાં તહેવારોમાં તા.૧૩-૧૧-ર૦ર૦ને શુક્રવારે ધન તેરસ થી તા.૧૬-૧૧-ર૦ર૦ને બેસતુ વર્ષ સુધી શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરમાં દર્શનનો સમય વહેલી સવારે પ-૩૦ કલાકથી બપોરે ૧ર-૩૦ કલાક સુધીનો, સાંજે પ-૩૦ કલાકથી રાત્રીનાં ૧૦-૦૦ કલાક સુધીનો રહેશે. તો દરેક ધર્મ પ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. તારીખ ૧પ-૧૧-ર૦ર૦ને રવિવારે સાંજે મંદિરમાં સાદાઈથી અન્નકોટનું આયોજન રાખેલ છે. અન્નકોટનાં પ્રસાદનું વિતરણ બંધ રાખેલ છે. જેની ધર્મ પ્રેમી ભાઈઓએ નોંધ લેવી. રવિવારે દર્શનનો સમય સાંજે પ થી રાત્રીના ૧૦ કલાક સુધીનો રહેશે. કોરોનામાં સરકારની ગાઈડ લાઈન મુજબ દરેક ભાવિકોએ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી, સેનીટાઈઝ કરીને મંદિરમાં પ્રવેશ કરવા વિનંતી છે. આ ઉપરાંત ૬૦ વર્ષથી ઉમરના લોકોને અને ૧૦ વર્ષથી નીચેના બાળકોને મંદિરમાં ન આવવા ટ્રસ્ટી ભુપેન્દ્ર વ્યાસે અનુરોધ કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews