જૂનાગઢ શહેરમાં ગઈકાલને રાત્રીનાં ચિતાખાના ચોકમાં એક જુનવાણી મકાનનો રવેશ પડતા બે રેકડી ધારકો દબાયા હતાં અને ઈજાગ્રસ્ત થયાં હતાં. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢમાં રાતે ટ્રાફીકથી ધમધમતા ચિતાખાના ચોકમાં એક જુનવાણી જર્જરીત મકાનનો રવેશ રોડ સાઈડ પડતા નીચે બે રેંકડી ધારકો દબાઈ ગયા હતા. ઘટનાને લઈને આસપાસના લોકોએ બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયા હતાં. મળતી વિગત મુજબ જૂનાગઢમાં દિવાળીના તહેવારો અને રવિવારને લઈને બજારોમાં ભારે ટ્રાફિક હતો. ત્યારે રાતે ૯.૩૦ વાગ્યાના અરસામાં ટ્રાફિકથી ધમધમતા ચિતાખાના ચોકમાં આવેલ એકસો વર્ષ જુનું બંધ જર્જરીત મકાનનો રોડ સાઈડનો રવેશ તુટી પડયો હતો. ત્યારે રવેશ નીચે રોડના કાંઠે ખાણી પીણીની લારી લઈને ઉભેલા બે લારી ઉપર કાટમાળ પડતા બંને રેકડી ધારકો દબાઈ ગયા હતા. જેને લઈને આસપાસના લોકો એકત્ર થઈ દબાયેલા ફારૂક બગદાદી અને અનસ મહિડા નામના બે યુવાનોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી છતાં કોઈ ન આવતા અંતે લોકોએ દોરડા વડે જાતે જર્જરીત રવેશની દિવાલ ઉતારી હતી. આ જર્જરીત મકાન અંગે ચારેક વખત અરજી કરી રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો સ્થાનીક લોકોએ આપેક્ષ કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews