જૂનાગઢના ઓઘડનગરમાં રૂા.૬૧ હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૧ર શખ્સો ઝડપાયા

રેન્જ આઈજીપી મનીંન્દર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુગારની બદીને નાબુદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલ ખાસ પેટ્રોલીંગ દરમ્યાન જસોષીપરાના ઓઘડનગરમાં રહેતો ગોરધનભાઈ પથુભાઈ ચુડાસમા પોતાનો ઘરે બહારથી માણસો બોલાવી પાસાનો જુગાર રમાડી રહેલ છે તે બાતમીનો આધારે દરોડો પાડતાં ૭ પુરૂષો અને પાંચ મહિલાને જુગાર સ્થળ ઉપરથી રોકડા રૂા. ૩૬,૧પ૦, મોટરસાઈકલ નંગ ૩ કિંમત રૂા. રપ હજાર સહિત કુલ રૂા. ૬૧,૧પ૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!