જૂનાગઢ : પેરોલ ઉપર હાજર થતા પૂર્વે હત્યાના આરોપીનો આપઘાત

જૂનાગઢ જેલમાં રહેલા હત્યાના આરોપીએ પેરોલ ઉપર મુકત થયા બાદ હાજર થવાનો હતો પરંતુ જેલમાં કંટાળી ગયો હોવાથી પેરોલ ઉપર હાજર થતા પહેલાં જ ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢના ગાંધીગ્રામ, શિશુમંગલ ફાટક પાસે બુંદેલા ચોકમાં રહેતો અજય અરજણભાઈ બાંટવા (ઉ.વ. ર૩) હત્યાના ગુનામાં જેલમાં હતો અને તે પેરોલ ઉપર છુટયો હતો. તેની પેરોલ રજા તા. ૮-૧૧-ર૦ર૦ના રોજ પુરી થતી હોય તેણે જેલમાં હાજર થવાનું હતું પરંતુ તેણે જેલમાં હાજર થવાને બદલે પોતાની મેળે જ વાડલા ફાટક પાસે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો જયાં તેનું મૃત્યુ થયું હતું. આ અંગે વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!