દિવાળીના વેકેશન બાદ શાળા કોલેજાે શરૂ કરવા શિક્ષણ વિભાગે મન મનાવી લીધું છે. આ માટે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ચર્ચા કરી એસઓપી તૈયાર કરવામાં આવી છે. પ્રથમ કયાં ધોરણનો સમાવેશ કરવો અને કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા તે અંગે નિર્ણય લેવાય તેવી શકયતા છે. દિવાળી બાદ રાજયમાં શાળાઓ શરૂ થાય તેવી શકયતા છે. આ માટે શિક્ષણ વિભાગે એસઓપી તૈયાર કરી છે. દિવાળી બાદ શાળા કયાં ધોરણે શરૂ કરી શકાય અને શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને એસઓપીમાં આવરી લેવામાં આવ્યા છે. બુધવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજાે શરૂ કરવા સંદર્ભે તૈયાર થયેલી એસઓપીને રજુ કરવામાં આવશે અને પછી આખરી ઓપ આપી નિર્ણય કરવામાં આવશે. શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, જે રાજયમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યાંની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રાજયોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ જાેવા મળ્યું છે. ત્યારે ગુજરાતમાં સાવચેતી રાખીને કયારથી શાળા-કોલેજાે શરૂ કરવી તે અંગે નિર્ણય લેવાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews