ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા જરૂરીયાતમંદોને મીઠાઇ વિતરણ કરાયું

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત સેવાકીય પ્રવૃત્તિમાં ગરીબોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સંસ્થાના કાયમી દાતા અને મૂળ ખંભાળિયાના વતની તથા હાલ લેસ્ટર સ્થિત ચંદ્રેશભાઈ શ્રીમાનકર તથા અન્ય સદ્દગૃહસ્થોના આર્થિક સહયોગથી અહીંના જરૂરિયાતમંદ પરિવારોને હાલ દિપોત્સવીના તહેવારોને અનુલક્ષીને જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારાએ) સૌનું સ્વાગત કરી, સંસ્થાના સેક્રેટરી મહેન્દ્રભાઈ જોષીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે પ્રોજેક્ટ ચેરપર્સન બીનાબેન રત્નાકર, શ્રદ્ધાબેન કાનાણી, સાથે ઘનશ્યામસિંહ જાડેજા તથા મહેશભાઈ પાઉંએ સુંદર આયોજન કરી, વ્યવસ્થા જાળવી હતી. આ અંગે પૂર્વ ગવર્નર ધીરેનભાઈએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!