કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી, વધુ ૯૭૧ નવા કેસ સાથે પાંચનાં મોત

0

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. રોજેરોજ નવા નોંધાતા કેસોનો આંકડો જાણે શેરબજારના આંકડાની જેમ ઉપર-નીચે થાય છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. રાજ્યમાં કોરોનાના વધુ ૯૭૧ નવા કેસ નોંધાયા છે. ઉપરાંત વધુ પાંચ દર્દીનાં મોત નિપજ્યા છે. જાે કે, રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯૧.૧પ ટકા જેટલો છે. વિગતવાર વાત કરીએ તો ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. ત્યાં આજે કેસની સંખ્યામાં ગઇ કાલ કરતા આજે ૪૯ કેસનો ઘટાડો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૯૭૧ પોઝિટિવ કેસ આવ્યા છે . ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૮૧,૬૭૦એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૫ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૭૬૮એ પહોંચ્યો છે. જ્યારે ૯૯૩ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૧૫ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૧,૭૮૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૧૬૯, સુરત કોર્પોરેશન ૧૫૬, વડોદરા કોર્પોરેશન ૯૦, રાજકોટ કોર્પોરેશન ૫૯, મહેસાણા ૪૫, વડોદરા ૩૯, પાટણ ૩૮, સુરત ૩૩, રાજકોટ ૩૧, ગાંધીનગર કોર્પોરેશન ૨૩, બનાસકાંઠા ૨૧, સુરેન્દ્રનગર ૨૧, કચ્છ ૨૦, ગાંધીનગર ૧૬, અમરેલી ૧૫, દાહોદ ૧૫, અમદાવાદ ૧૪, મોરબી ૧૪, ખેડા ૧૨, અરવલ્લી ૧૧, મહીસાગર ૧૧, પંચમહાલ ૯, પોરબંદર ૯, સાબરકાંઠા ૯, જામનગર ૮, જામનગર કોર્પોરેશન ૮, જુનાગઢ ૮, જુનાગઢ કોર્પોરેશન ૮, નર્મદા ૮, ભાવનગર કોર્પોરેશન ૭, ગીર સોમનાથ ૭, ભરૂચ ૬, બોટાદ ૬, દેવભૂમિ દ્વારકા ૬, તાપી ૫, આણંદ ૪, વલસાડ ૪, છોટા ઉદેપુર ૩, નવસારી ૨, ભાવનગર ૧ કેસ સામે આવ્યા છે. જ્યારે મોતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં ૫ દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૨, રાજકોટ કોર્પોરેશન ૨, મહેસાણા ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૭૬૮એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૬૫,૫૮૯ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૩૧૩ સારવાર હેઠ/ના દર્દીઓ પૈકી ૬૪ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૨,૨૪૯ સ્ટેબલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!