જૂનાગઢનાં યુવાનનું અપહરણ કરી હત્યાની કોશિષ અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા અને મુળ કેશોદ તાલુકાનાં સોંદરડા તાલુકાનાં દિનેશભાઈ અતુલભાઈ ચાવડાએ ગઈકાલે જૂનાગઢ તાલુકા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી પૃથ્વી દાસા (રહે.કોયલી, તા.વંથલી), જયદીપસિંહ રાયજાદા (રહે.કોયલાણા, તા.કેશોદ), પાર્થ (રહે.કોયલી, તા.વંથલી), બે અજાણ્યા છોકરાઓ રહે બંને કોયલી તા.વંથલી, જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના આરોપી પૃથ્વી દાસાને એક યુવતી સાથે લગ્ન કરવા હોય અને ફરીયાદી દિનેશભાઈ અતુલભાઈ ચાવડાને આ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી આ કામનાં આરોપી નં.૧ નાએ ફરીયાદીને ફોન કરી ઝાંઝરડા ચોકડી ખાતે બોલાવી ત્યાંથી આરોપી નં.૧,ર,૩ નાઓએ ફરીયાદીને એકસેસ સ્કુટરમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી કોયલી ગામે આરોપી ૧ની વાડીએ લઈ જઈ તથા ફરીયાદીને કેફીપીણું પીવડાવેલ અને તે દરમ્યાન આરોપી ૪ અને પ આવી તમામ આરોપીઓએ સાથે મળી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ખપારીના હાથા વડે તથા લાકડાના ધોકા વડે મુંઢ માર મારી તથા આરોપી નં.૧ નાએ મોબાઈલ ફોનના ચાર્જરના વાયર વડે ફરીયાદીને ગળે ટુંપો આપી મારી નાંખવાની કોશીષ કરી આરોપી નં-૧ ના એ ફરીયાદીનો મોબાઈલ ફોન, ઘડીયાળ, ઈયર ફોન તથા રોકડા રૂપિયા ૭૦૦ની બળજબરીથી કઢાવી લઈ લુંટ કરેલ હતી.
આ બનાવ અંગે તાલુકા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ એએસપી વિશાખા ડબરાલ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!