દિવાળીની ત્રણ દિવસની જાહેર રજા હોવાથી જૂનાગઢ જીલ્લાનાં ૯ મગફળી ખરીદ કેન્દ્ર બંધ રહેશે

0

જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકોએ લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી માટે કાર્યરત ૯ મગફળી કેન્દ્રો દિવાળીની ત્રણ દિવસની રજામાં બંધ રહેશે જેમાં જૂનાગઢ ગ્રામ્ય, વંથલી, માણવદર, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, માળિયા હાટીના, કેશોદ અને માંગરોળનો સમાવેશ થાય છે.  ખેડૂતોને મોબાઇલ ઉપર એસએમએસ કરી કઇ તારીખે ખરીદ કેન્દ્ર ખાતે મગફળી લઇને આવવું તેની જાણ કરવામાં આવે છે. જેમાં તા.૯-૧૧-૨૦૨૦થી તા.૧૨-૧૧-૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલ એસએમએસ વાળા ખેડૂતો પૈકી કોઇ ખેડૂત અનિવાર્ય સંજોગોને કારણે નિયત તારીખે ખરીદ કેન્દ્રો ખાતે મગફળી લઇને ન આવી શકે તો તે તમામ ખેડૂતોએ દિવાળીની જાહેર રજાઓને કારણે સબંધિત તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે તા.૧૩-૧૧-૨૦૨૦ના રોજ મગફળી વેંચાણ માટે લાવવાની રહેશે. જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. દિવાળીના તહેવારોને કારણે તા.૧૪-૧૧-૨૦૨૦ થી તા.૧૬-૧૧-૨૦૨૦ના દિવસોમાં જાહેર રજા હોવાથી જૂનાગઢ જિલ્લાના તાલુકાના મગફળી ખરીદ કેન્દ્રો બંધ રહેશે. તેમજ આ ખરીદ કેન્દ્રો ખાતે તા.૧૭-૧૧-૨૦૨૦થી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. જેની પણ તમામ ખેડૂતોએ નોંધ લેવા જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!