પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા ધારકોએ મીનીમમ બેલેન્સ રૂા.૫૦૦ રાખવાનું રહેશે

પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતા ધારકોએ હવે નવા નિયમ મુજબ મીનીમમ બેલેન્સ રૂપિયા ૫૦૦ રાખવાનું રહેશે. સરકાર દ્વારા હવે પોસ્ટ ઓફિસમાં સેવીંગ્સ બેંકના ખાતાઓ માટે રૂપિયા ૫૦૦ બેલેન્સ જાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ આ મીનીમમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળતાના પરિણામે રૂા.૧૦૦ની વાર્ષિક ફીની કપાત થશે અને પોસ્ટ ગ્રાહકની જ્યારે ખાતાની સીલક શૂન્ય થઇ જશે ત્યારે આ પ્રકારના ખાતા આપમેળે બંધ થઇ જશે. તેમજ ૫૦૦ રૂપિયાથી ઓછી રકમવાળા ખાતાના થાપણદારોને
તા.૧૧/૧૨/૨૦૨૦ સુધીમાં તેમના ખાતાનું બેલેન્સ રૂપિયા ૫૦૦ કે તેથી વધુ કરી લેવા જૂનાગઢ અધિક્ષક ડાકધરની અખબારી યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!