આજથી બે દાયકા પૂર્વે જાણીતા જ્ઞાની અને સન્માનનીય વિદ્વાન ડો.અરૂણ ટીકેકર શિવસેનાના તત્કાલીન સુપ્રિમો બાલ ઠાકરેના નિશાન બન્યાં હતાં. ટીકેકર અગ્રણી મરાઠી દૈનિક લોકસત્તાન તંત્રી હતાં અને તેઓ સત્તા વિરોધી પત્રકારત્વ માટે જાણીતા હતાં અને આથી ઠાકરે તેમના ઉપર ખફા હતાં. કારણ કે મોટા ભાગના શિવસૈનિકો કર્તવ્યબદ્ધ રીતે પક્ષના મુખપત્ર સામનાનું વાંચન કરતાં હતાં પરંતુ નીતિ વિષયક નિવેદનો અને પક્ષની મુશ્કેલીઓ અંગે તેઓ લોકસત્તાનો અભ્યાસ કરતાં હતાં. આથી એક દિવસે સામનામાં ડો.ટીકેકર અંગે સુરૂચિનો ભંગ થાય એવા શબ્દો પ્રયોજીને એવું લખ્યું હતું કે દરરોજ રાત્રે ડો.ટીકેકર ઘરે જાય છે તે પહેલા બોમ્બેના નામચીન રેડલાઇટ વિસ્તાર કમાટીપુરા થઇને જાય છે. તેની સામે ડો.ટીકેકરે એવંુ લખ્યું હતું કે મારા કમાટીપુરા જવાથી મારૂં પત્રકારત્વ કઇ રીતે પ્રભાવિત થાય છે ? તેનાથી માત્ર મારા પત્ની પ્રભાવિત થવા જાેેઇએ પરંતુ તેમને પણઆ બાબતે મનોરંજન મળ્યું છે અને તેથી આ વાતને આપણે કોઇ મહત્વ આપવું જાેઇએ નહીં. એ વખતે અખબારી કે અભિવ્યક્તિ સ્વાતંત્ર અંગે કોઇ બુમરાડ મચી ન હતી. આજે બે દાયકા બાદ બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ એક બીજા અગ્રણી તંત્રીને નિશાન બનાવ્યાં છે જેઓ હાલ જેલમાં છે. હું અર્નબ ગોસ્વામીના પત્રકારત્વ ઉપર ટિપ્પણી કરીશ નહીં. કારણ કે તે મારા પ્રકારનું પત્રકારત્વ નથી કે ડો.ટીકેકરનું અનુકરણીય પત્રકારત્વ નથી. પરંતુ જે લોકો અખબારી સ્વાતંત્ર કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કાગારોળ કરી રહ્યાં છે તેમને સમજવું જોઇએ કે અર્નબ ગોસ્વામીની ધરપકડ તેમના પત્રકારત્વ માટે નથી કરવામાં આવી. આમ અર્નબ ગોસ્વામી અને ડો.ટીકેકર એ બે તંત્રીઓ અને શિવસેનાની કહાણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટોચના પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને તેમની વિરૂધ્ધનો ૧૯૯૦નો કેસ ૨૦ વર્ષ બાદ ખુલ્યાં પછી તેમને જેલમાં ધકેલી દેવાયાં હતાં. આથી ગોસ્વામીની ધરપકડ દોઢ વર્ષ જૂના કેસમાં કરવામાં આવી છે તેની સામે જે કાગારોળ અને બુમરાડ મચી રહી છે તે અસ્થાને છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews