એક દિવાળી માનવતાની : ઉનામાં યુવા ગ્રુપ દ્વારા બીનજરૂરી વસ્તુઓ એકઠી કરી ગરીબોમાં વિતરણ કરાયું

0

ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ ઉના શહેરનાં એક બિનરાજકીય અને કોઈપણ જાતના ધર્મનો કે જાતિનો ભેદભાવ વગર મિત્રમંડળ સાથે મળીને “એક દિવાળી માનવતાની” ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ અને બિરદાવા લાયક એક ચીરસ્મરણીય કામગીરી કરવામાં આવી હતી. એક દિવાળી માનવતાની ગ્રુપ દ્વારા એક એવું પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યું હતું કે જ્યાં ગરીબ અને અમિર બન્ને ખુશ થઈને જતા જોવા મળતા હતા. વાત જાણે એવી હતી કે, ઘરમાં ઘણી વખત કોઈ નકામી એવી વસ્તુઓ અને બિનઉપયોગી કપડાં પડ્યા હોય છે કે કોઈ કારણોસર આપણે તેનો ઉપયોગ કરતા નથી હોતા અને આ વસ્તુઓ મૂલ્યવાન હોવાથી તેનો નિકાલ કરતા પણ સંકોચ થતો હોય છે, હવે આ વસ્તુનો યોગ્ય જગ્યાએ નિકાલ એવી રીતે કરવો કે આ વસ્તુઓ બીજા માટે ક્યાંક ઉપયોગમાં પણ આવે, આવા ઉમદા હેતુને સિદ્ધ કરવાની ખૂબ જ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉના તાલુકાની જનતાનો પણ મળેલ ખૂબ જ સાથ અને સહકારથી અંદાજિત ૨૨૦૦૦ થી ૨૫૦૦૦ પહેરવાના કપડા, ૪૦૦ જેવા પગરખાં જોડી, રજાઈ, ગોદડા, માસ્ક, સ્વેટર અને જેકેટ જેવી વસ્તુઓ તેમજ ચકલી અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ૧૫૮ કીટનું પણ વિતરણની કામગીરી કરવામાં આવી હતી. હાલ ચાલતી વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે ગરીબ પરિવાર પણ આનંદ અને ખુશીથી દિવાળી ઉજવી શકે તે માટેનાં આ આયોજનમાં હેન્ડ સેનિટાઇઝર તેમજ આવેલ વસ્તુઓનું પણ સેનિટાઇઝેશન કરવામાં આવતું હતું અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. મિત્રો અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે, આ ગ્રુપમાં ઘણા સભ્ય કોઈપણ જાતના મહેનતાણું લીધા વગર માત્ર સેવાભાવથી જ સહભાગી બન્યા હતા. મિત્રો આ કાર્યક્રમમાં એક મહત્વની વાત જોવા મળી હતી કે, તમારા હાથે તમને ગમે તે મૂકી જાવ અને તમારા હાથે તમને ગમે તે લઈ જાવ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!