દિપાવલી અને નૂતનવર્ષના તહેવારો નજીક આવી રહયા છે. બરાબર આ તહેવારોનાં સપરમાં દિવસો દરમ્યાન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતનાં વિવિધ શહેરો અને જીલ્લાનાં પ્રમુખોની નિમણુંકની જાહેરાત કરતાં તેના આવકાર આપવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે બ્રહ્મસમાજનાં અગ્રણી અને યુવા કાર્યકર્તા પુનિત શર્માની વરણી થઈ છે. જયારે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એકવાર કિરીટ પટેલને યથાવત રાખવામાં આવ્યા છે. આ બંને નિમણુંકોને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આવકાર આપવામાં આવી રહેલ છે.
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખનો પસંદગીનો કળશ બ્રહ્મ સમાજના અગ્રણી અને જૂનાગઢ શહેર ભાજપમાં પ્રમાણિકતા સાથે પાર્ટીને વફાદાર રહી, સંગઠનને મજબુત બનાવવામાં મહત્વનો ફાળો આપનાર પુનિતભાઈ શર્મા ઉપર ઢોળવામાં આવ્યો છે જેને લઈને નવનિયુકત શહેેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ઉપર ભારે શુભેચ્છા વર્ષા થઈ રહી છે. જયારે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને હાલના જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રાજયનાં મહાનગર અને જીલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનિતભાઈ શર્મા અને જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિરીટ પટેલની નિયુકિત કરવામાં આવી છે. આજે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીક નિયુકત થયેલા પુનિતભાઈ શર્મા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ શહેર ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી રહયાની સાથો સાથ છેલ્લી ૩ ટર્મથી જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ સેવા આપે છે. તેઓ જૂનાગઢની બ્રહ્મ સમાજની અનેક સંસ્થાઓ સાથે જાેડાયેલા હોવાની સાથો સાથ શહેરની વિવિધ સંસ્થાઓમાં પણ સેવાઓ આપી રહયા છે. બીજી બાજુ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે લડાયક યુવા ભાજપા અગ્રણી અને તાલાલા માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન તથા તાજેતરમાં જ સોરઠની મહત્વની ગણાતી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં પુરેપુરી પેનલ સાથે વિજેતા બની, બિનહરીફ ચૂંટાયેલા જૂનાગઢ જીલ્લા ભાજપના હાલના પ્રમુખ કિરીટ પટેલને ફરી એક વખત જીલ્લા પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે રીપીટ કરાતા જીલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews