ભાજપે રાખેલા વિશ્વાસને સાર્થક કરીશું અને સૌને સાથે રાખી કામગીરી કરવાનો નિર્ધાર વ્યકત કરતા શહેર પ્રમુખ પુનિત શર્મા

0

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે રાજયનાં વિવિધ શહેરો અને જીલ્લાનાં પ્રમુખની વરણીની જાહેરાત કરી છે. કયાંક નવી નિમણુંકો તો કયાંક વજનદાર નેતાને રીપીટ પણ કરવામાં આવી રહયા છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે આ વર્ષે બ્રહ્મસમાજનાં યુવા નેતા પુનિત શર્માની નિમણુંક કરવામાં આવતા તેમને ઠેર-ઠેરથી વ્યાપક આવકાર મળી રહયો છે. આ નિમણુંકને સર્વત્ર વધાવી લેવામાં આવી રહી છે. ઘણા લાંબા સમય થયાં એવી લાગણી અને માંગણી હતી કે સંગઠનના માળખામાં બ્રહમસમાજને નેતૃત્વ આપવામાં આવે અને આ માંગણીનો સ્વીકાર થયો છે અને શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનિત શર્માએ તાજ ધારણ કર્યો છે.
જૂનાગઢ શહેરનાં નવનિયુકત પ્રમુખ પુનિત શર્મા મહાનગરપાલિકાનાં શાસનકાળમાં મહત્વના સ્થાન ઉપર સુપેરૂ કામગીરી બજાવી છે. સૌ સાથે હળીમળી જાય તેવા મિલનસાર સ્વભાવને કારણે સમાજનાં વિવિધ વર્ગોમાં પણ સારી એવી ચાહના ધરાવે છે. બ્રહ્મસમાજના સંગઠનો સાથે પણ જાેડાયેલા છે. તેમજ સૌના સાથી કહીએ તો ખોટું નથી. તેવા આ યુવા નેતાને જયારે શહેર ભાજપનાં પ્રમુખ તરીકે બીરાજમાન બનાવવામાં આવેલ છે. ત્યારે તેમને ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. શહેર ભાજપના પ્રમુખ તરીકે બિરાજમાન પુનિત શર્માએ જણાવ્યંુ હતું કે ભારતીય જનતા પાર્ટીએ તેનામાં જે વિશ્વાસ મુકયો છે તેને સાર્થક કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં પક્ષના સંગઠનને મજબુત બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મજબુત બનાવવાની કામગીરી ખુબજ સારી રીતે થાય તે માટેનાં પ્રયાસોને સફળ બનાવાશે તેમજ પ્રજાહિતનાં કાર્યો, જૂનાગઢ શહેરના વિકાસને વેગવાન બનાવાશે તેમજ સૌને સાથે રાખી અને આપણા મહાનગર જૂનાગઢ, જૂનાગઢ જીલ્લો, ગુજરાત અને ભારત દેશની આન બાન શાન અને ગૌરવ વધે તેવા સહીયારા પુરૂષાર્થ થકી સફળતા પ્રાપ્ત કરીને જ રહીશું. ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ રાખ્યો છે તેને અકબંધ રાખી કાર્ય કરવાનો મકકમ નિર્ધાર વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!