જૂનાગઢમાં રાણાવાવ ચોક ખાતે પુજારા ટેલીકોમનાં રીટેલ સ્ટોરનો શુભારંભ

જૂનાગઢ શહેરમાં એમજી રોડ ઉપર આવેલ રાણાવાવ ચોક, લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષ ખાતે પુજારા ટેલીકોમનાં અદ્યતન રીટેલ સ્ટોરનો આજથી શુભારંભ કરવામાં આવેલ છે.
ગુજરાતનાં પ્રથમ નંબરનાં મોબાઈલ રીટેઈલર પુજારા ટેલીકોમ દ્વારા જૂનાગઢને પણ મોબાઈલનાં ગ્રાહકો માટે અદ્યતન રીટેલ સ્ટોર ઉપલબ્ધ કરાવાયો છે. આજે સવારે જૂનાગઢનાં આંગણે પણ પુજારા રીટેલ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શુભેચ્છકો, મિત્રો, વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા હતાં. જૂનાગઢ ખાતે પુજારા ટેલીકોમ દ્વારા શરૂ થયેલા નવા સાહસને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પુજારા ટેલીકોમ પરિવારના વડા યોગેશભાઈ પુજારાએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૪માં પુજારા ટેલીકોમનો પ્રથમ રીટેલ સ્ટોર શરૂ થયેલ અને અત્યારે પુજારા ટેલીકોમના સ્ટોરની સંખ્યા વધીને ૧ર૦ ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતભરમાં પુજારા ટેલીકોમના રીટેલ શો-રૂમ કાર્યરત છે. તાજેતરમાં એટલે કે, થોડા દિવસો અગાઉ વડોદરા, સુરત, અમદાવાદ વગેરે ખાતે પુજારા ટેલીકોમના રીટેલ શો રૂમ શરૂ થયેલ. છેલ્લા ર૭ વર્ષમાં પુજારા ટેલીકોમ સ્ટોરના ગ્રાહકોની વિશ્વસનિયતામાં વધારો થયો છે અને મોબાઈલ ગ્રાહકોના અપાર સ્નેહ, પ્રેમ અને આવકારને લઈને પુજારા ટેલીકોમના સ્ટોરનો કુલ આંક ૧ર૦ ઉપર પહોંચ્યો છે. યોગેશ પુજારાએ વધુમાં જણાવેલ કે, પુજારા ટેલીકોમ એક માત્ર ગુજરાતમાં ૧ર૦ થી પણ વધુ રીટેલ સ્ટોર ધરાવે છે. લોકડાઉન બાદ ઉતર ગુજરાતમાં ૭૦ જેટલા સ્ટોર ખોલવામાં આવ્યા છે. આવતીકાલે જૂનાગઢની સાથે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે પુજારા ટેલીકોમના અદ્યતન શો-રૂમ શરૂ થઈ રહયા છે. અમદાવાદમાં વધુ એક રીટેલ સ્ટોર કાર્યરત થવાની સાથે અમદાવાદ શહેરમાં પુજારા ટેલીકોમના કુલ રીટેલ સ્ટોરની સંખ્યા રર ઉપર પહોંચશે. યોગેશભાઈ પુજારાએ જણાવેલ કે, રાજકોટ શહેરમાં પુજારા ટેલીકોમના કુલ ૧૧ રીટેલ સ્ટોર છે. જેમાં આજે તા.૧૦ નવેમ્બરના રોજ શરૂ થઈ રહેલ નવનિર્મિત રીટેલ સ્ટોર ગુજરાતભરમાં નં.૧ બની રહેશે. પુજારા ટેલીકોમના રીટેલ સ્ટોરમાં ઓપો, વીવો, એમઆઈ, નોકીયા, રીડમી, સેમસંગ, વીવો, ઓપો, એપલ, રીયલમી તથા મોબાઈલની ઓલ એસેસરીઝ સહિતની પ્રખ્યાત મોબાઈલ કંપનીઓના મોબાઈલ ફોન ઉપરાંત સ્માર્ટ ટીવી અને પુજારા ટેલીકોમની પોતાની હોમ ટીવીની પ્રોડકટનું વેંચાણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. યોગેશભાઈ પુજારા, સનતભાઈ વાજા, બ્રાંચ મેનેજર આચાર્ય, શ્રીધર પંડયા અને પુજારા સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!