જૂનાગઢમાં શ્રીબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ૧ર૦થી વસ્તુઓનું રાહતદરે વિતરણ

0

કોરોનાના સંકટકાળમાં લગભગ દરેક ક્ષેત્રોમાં મંદીનું મોજુ પ્રવર્તી રહયું હતું. આ દરમ્યાન દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને અનુલક્ષીને લોકોમાં ઉત્સાહનો સંચાર થયો છે. સરકારશ્રીની ગાઈડ લાઈન અનુસાર આ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ દરમ્યાન જેવોની સેવાની સુવાસ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં પ્રસરી ગઈ છે તેવી સંસ્થા શ્રીબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન જયેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આજે જૂનાગઢને આંગણે ખાસ તહેવારોને લઈને જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ સહાયભુત થવા માટે આત્મ નિર્ભર પ્રોજેકટ હેઠળ આજે જૂનાગઢનાં રેડક્રોસ હોલ ખાતે તહેવારોમાં જાેઈતી વસ્તુઓ તેમજ આરોગ્ય વર્ધક દવાઓનંુ પણ વિતરણ કુલ ૧ર૦ થી વધુ વસ્તુઓનું રાહતભાવે વિતરણ કરવામાં આવી રહેલ છે. દાતાઓ અને કાર્યકર્તાઓનાં સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિપાવલીના તહેવારોને ધ્યાને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આજ
તા.૧૦/૧૧/ર૦ર૦ના મંગળવારના રોજ
શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ડેન્ટલ ચેકઅપ, ફ્રી એકસ-રે કેમ્પનો કાર્યક્રમ રેડક્રોસ સોસાયટી રોડ આઝાદ ચોક જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ડો.આશિષ અને ડો.ચાર્મી પોતાની સેવા આપી રહયા છે. આ કેમ્પ સવારે ૧૦ થી ર દરમ્યાન યોજવામાં આવેલ છે. આ ઉપરાંત
૧૦/૧૧/ર૦ર૦ મંગળવાર અને ૧૧/૧૧/ર૦ર૦ને બુધવાર સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી રેડક્રોસ સોસાયટી હોલ ખાતે જ જુદી જુદી વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહયું છે. જેમાં દિપાવલીના તહેવારોને લઈને રંગોળી, ડેકોરેટીવ દિવા, અગરબત્તી સહીતની વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના ફરસાણ પણ રાહત દરે વિતરણ કરવામાં આવી રહયા છે.
જૂનાગઢ ખાતે યોજાય રહેલા આ કાર્યક્રમનો લાભ જૂનાગઢ શહેરની જનતા લે તે માટેનો અનુરોધ કરવામાં આવેલ છે અને આયોજકો તરફથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠવવામાં આવી રહી છે. ગઈકાલે શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના કાર્યલય ખાતે એક મહત્વની મીટીંગ પણ યોજવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!