સોમનાથ મંદિરે અદ્યતન સુરક્ષા ચેક પોસ્ટ કાર્યરત

0

ભારતના બાર જર્યોતિલીંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા ચેક પોસ્ટમાં અત્યાર સુધી માત્ર તાડપત્રી ઢાંકી બેઢંગી ચેક પોસ્ટમાં પોલીસ જવાનો ફરજ બજાવતા હતા તેને સ્થાને આજથી ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરને અનુશાસન એન.જી.ઓ. જૂનાગઢના સહયોગથી ત્રણ પોલીસ ચેક પોસ્ટો અર્પણ કરાતા તે આજથી કાર્યરત થઈ છે.
૧ર ટ ૮ની પી.વી.સી. બેઈઝડ આ ચેક પોસ્ટો ફાયર પ્રુફ છે જેથી આગ લાગી શકતી નથી-અંદર ગરમી લાગતી નથી, કાટ લાગતો નથી અને ચારે દિશાઓમાં મોટા કાચ લગાવેલ હોઈ તમામ દિશાએ નજર રાખી શકાય છે. આ કેબીનોમાં લાઈટ-મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ, પંખા સહીતની વ્યવસ્થાઓ છે. એન.જી.ઓ. દાતાના સહયોગથી પ્રત્યેક ચેક પોસ્ટ અંદાજે રૂપિયા બે લાખની કિંમતની હોય છે. આ અંગે વિગત આપતા જૂનાગઢના રાજેશભાઈ કવા કહે છે. આ ચેકપોસ્ટમાં એક માણસ સુઈ શકે અને ૬ જવાનો સરળતાથી બેસી શકે તેવી જાેગવાઈ છે અને ભવિષ્યમાં અન્યત્ર ખસેડવી હોય તો પણ ખેસવી શકાય છે. સોમનાથ મંદિરના દરજજાને અનુરૂપ એન્ટીક તેના છાપરાને ગ્રામ્ય ભાતીગળ જીવન જેવા નળીયા ટાઈપ છતનો ઢોળાવ અપાયો છે. જીલ્લામાં આવી ૩૬ ચેકપોસ્ટો અને ટ્રાફીક બુથો લાગશે જેમાં વેરાવળ ટાવર ચોક, પાટણ દરવાજા અને ભાલકા મંદિર પાસે ટ્રાફીક બુથો લાગશે જે ગોળ આકારના હશે.
સોમનાથ મંદિર ખાતે એન્ટ્રીગેટ પાસે, હમીરજી સર્કલ ચેક પોસ્ટ અને સોમનાથ વાહન પાર્કીંગ સર્કલ નજીક ગેટ પાસે તથા સુખસાગર સર્કલ, શાંતિપરા ફાટક, સાંઈબાબા મંદિર પાસે પણ લગાવશે. કોડીનાર બાયપાસ, ઉના અને કોડીનાર ખાતે એમ કુલ ૩૬ ચેક પોસ્ટ બુથો લગાડાશે.
મંદિર હાઈવે ઉપર આપણી સલામતી માટે દિવસ રાત-ઠંડી, ગરમી, વરસતા વરસાદમાં ચોકી પહેરો ભરતાં આપણી રક્ષા કરતા આ જવાનોને સારી સુવિધાઓ મળે તે માટે રાજેશ કવા ઉપરાંત ચંન્દ્રીકાબેન પીઠવા સહીત સૌ દેશ સેવા માટે આ સહયોગ કરી રહ્યા છે. અગાઉ સુરેન્દ્રનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં પ્રથમ વખત તથા દ્વારકા, રાજકોટ હાઈવે સહીત આવી ચોકીઓ તેઓ અર્પણ કરી ચુકયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!